Gujarat

સુરતમાં ડુપ્લીકેટ એવરેસ્ટ મસાલાનું પેકિંગ કરવાનું કારખાનું પકડાયું, 22 લાખનો માલ સિઝ્ડ

Published

on

સુરત પાલિકાના ફૂડ વિભાગે બમરોલીમાં રસોઈમાં વાપરવામાં આવતાં અલગ-અલગ પ્રકારના એવરેસ્ટ કંપનીના નામે ડુપ્લિકેટ મસાલા બનાવી અને પેકિંગ કરી વેચાણ કરવાનું કારખાનું પકડી પાડ્યું છે. એવરેસ્ટ કંપનીના નામે મસાલો બનાવી મશીન પર પેકિંગ કરાતું હતું. આ કારખાનામાં પડેલો 22.71 લાખનો માલ સિઝ્ડ કરવામાં આવ્યો હતો અને ત્યાં પડેલા મસાલાના સેમ્પલ પણ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં.ચીફ ફૂડ ઇન્સપેક્ટર જગદીશ સાળુંકેનું કહેવું હતું કે, સ્થાનિક વ્યક્તિ પાસેથી મળેલી માહિતીના આધારે સોમવારે ફુડ સેફટી ઓફિસર્સ દ્વારા બમરોલી વિસ્તારમાં આવેલી બાપા સીતારામ ઇન્ડ્સ્ટ્રીયલ સોસાયટીના પ્લોટ નં-69-70માં ચાલતા કારખાનામાં દરોડા પાડ્યા હતાં.

બમરોલી જકાતનાકાની બાજુમાં આવેલી આ ઔદ્યોગિક સોસાયટીના બે પ્લોટ ઉપરના કારખાનામાં તપાસ કરતાં પવન પ્રકાશભાઇ કલાલ નામનો વ્યક્તિ એવરેસ્ટ કંપનીના નામથી શંકાસ્પદ ચિકન મસાલા, મટન મસાલા બનાવતા હોવાનું માલુમ પડ્યું હતું. એટલે, પહેલાં તો ફૂડ સેફટી ઓફિસરોએ (૧) એવરેસ્ટ ચિકન મસાલા, (૨) એવરેસ્ટ મટન મસાલા અને (૩) લૂઝ મસાલાના નમૂનાઓ લઈ પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતાં. તેનો રિપોર્ટ આવશે એટલે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ કારખાનેદાર પવન પ્રકાશભાઇ કલાલ જે એવરેસ્ટ કંપનીના નામથી તૈયાર કરેલો (૧) એવરેસ્ટ ચિકન મસાલા (૨) એવરેસ્ટ મટન મસાલા (૩) મસાલા (લુઝ) મસાલાનો કુલ-૬,૧૨૧ કિલોગ્રામ(છ ટનથી વધુ) જથ્થો જપ્ત કરી સિઝ્ડ કરવામાં આવ્યો છે. આ મસાલાના જથ્થાની કિંમત કિંમત રૂ.૨૨,૭૧,૯૦૦/- જેટલી થાય છે.થોડા વર્ષો અગાઉ શહેરના છેવાડે પલસાણા તાલુકાના બગુમરા ગામે આવેલી સાંઈ કુટિર સોસાયટીમાં મકાન નં 165માં રસોઈમાં વાપરવામાં આવતાં અલગ-અલગ પ્રકારના એવરેસ્ટ કંપનીના નામે ડુપ્લિકેટ મસાલા બનાવી અને પેકિંગ કરી વેચવાનું મોટું કારસ્તાન પકડાયું હતું. ત્યારે આ ડુપ્લિકેટ મસાલો બનાવતી ફેક્ટરી સુરતના શ્રવણ ઘાંચીની હોવાનું જણાયું હતું.

Advertisement

 

રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત

Advertisement

Trending

Exit mobile version