Chhota Udepur
રાજ્યમંત્રી ભીખુસિંહજીના હસ્તે ૭૨.૭૬ કરોડના ૧૭૭ વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ
(પ્રતિનિધિ કાજર બારીયા)
સમગ્ર રાજ્યમાં તા. ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત દરબાર હોલ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ વિકાસ કામોનો ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રીના વરદહસ્તે જિલ્લાના ૭ વિભાગોમાં ૭૨.૭૬ કરોડના ૧૭૭ વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારે છોટાઉદેપુર જિલ્લામાં ૭ વિભાગોના વિકાસ કામોની માહિતી આપતા જણાવ્યું હતું કે, રૂ.૨૯.૩૫ કરોડના ૭૫ કામોના ઈ- ખાતમુહૂર્ત અને રૂ. ૪૩.૪૦ કરોડના ૧૦૨ કામોના ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં સામાન્ય વહીવટ વિભાગ, આયોજનના રૂ.૨.૯૧ કરોડના ૪૬ કામોનું લોકાર્પણ અને ૫૪ કામોનું ખાતમુહૂર્ત, આદિજાતી વિભાગના ૩૫.૪૩ લાખના ૯ કામોનું લોકાર્પણ અને ૩ કામોનું ખાતમુહૂર્ત, પંચાયત વિભાગના ૭૧.૫૦ લાખના ૧૭ કામોનું લોકાર્પણ અને ૬ કામોનું ખાતમુહૂર્ત, શિક્ષણ વિભાગના ૮.૫૦ કરોડના ૯ કામોનું લોકાર્પણ અને ૨ કામોનું ખાતમુહૂર્ત, પંચાયત માર્ગ અને મકાન વિભાગ છોટાઉદેપુરના ૪૪ કરોડના ૯ કામોનું લોકાર્પણ અને ૧૦ કામોનું ખાતમુહૂર્ત, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ (જેટકો)ના ૧૫.૨૮ કરોડના ૨ કામો અને મહિલા અને બાળ વિકાસ વિભાગના ૭૬લાખના ૧૦ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંખેડા ધારાસભ્ય અભેસિંહભાઈ રાઠવા અને છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
યુવા અને સંસ્કૃતિક વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો .માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીનો વિડીઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લખવામાં આવેલા ગરબાનો ઓડીયો વિઝ્યુઅલ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હસ્તે ગાંધીનગર ખાતેથી રૂ.૨૦૦૦ કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતું. જેનું ઉપસ્થિત સૌ મહાનુભાવો, અધિકારીઓ અને નાગરિકોએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ પ્રસંગ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર,જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, તાલુકા પંચાયતના પ્રમુખો, પદાધિકારીઓ, અધિકારીઓ, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.