Connect with us

Gujarat

ઈ-ધરા શાખાનો કર્મચારી ₹ 5000 ની લાંચ લેતા ACB છટકામા આબાદ ઝડપાયો

Published

on

ગોધરા મામલતદાર કચેરીમાં ઇ ધારા  શાખામાં કરાર આધારિત  ફરજ બજાવતા કર્મચારી

દ્વારા મિલ્કત સંબધિત કાંચી નોંધ પાડી આપવા માટે લાંચ ની માંગણી કરતા  ACB  દ્વારા છટકુ ગોઠવીને પકડી પાડવામા આવ્યો હતો, ગાધીનગરની એસીબી કચેરી દ્વારા ગોઠવામા આવેલી ટ્રેપમા કર્મચારી ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી હતી.

Advertisement

એસીબી સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર  ફરીયાદીની વડીલો પાર્જીત જમીન તકરારના કારણે ખાલસા થઇ ગઇ હતી.જે જમીન રેવન્યુ કોર્ટે નામ દાખલ કરવા હુકમ કરવામાં આવ્યો હતો.જે હુકમ આધારે સદર જમીનમાં  નામ દાખલ કરવા માટે મામલતદાર કચેરી ગોધરા ખાતે ફરીયાદીએ અરજી આપી હતી. જે જમીનમાં નામ દાખલ કરવા રેવન્યુ રેકર્ડે કાચી નોંધ પાડવા માટે આરોપીએ પહેલા 7000  ની લાંચની માંગણી કરી હતી. જેમાંથી આરોપીએ 1500 પ્રથમ લાંચ પેટે લીધા હતા અને બાકીના 5500 પછી આપવા જણાવ્યું હતું. જે લાંચના નાણાં ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરતાં ફરીયાદીની ફરીયાદના આધારે  છટકાનુ આયોજન કરાયુ હતુ,  આરોપીએ મંયક ઉર્ફ સાગર રાણા નોકરી-( ઈ-ધરા- મામલતદાર કચેરી ગોધરા)

ફરીયાદી સાથે વાત-ચીત કરતા લાંચના નાણાં લેતા ઝડપાઈ ગયો હતો, આ ટ્રેપમાં ટ્રેપિંગ ઓફીસર એચ.બી.ચાવડા,ફીલ્ડ પો.ઇન્સ. એ.સી.બી. ગાંધીનગર એકમ   તેમજ સુપર વિઝન અધિકારી  એ.કે.પરમાર મદદનીશ નિયામક  ગાંધીનગર એ.સી.બી.એકમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!