Chhota Udepur
સજવા જુથ ગ્રામ પંચાયતમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ- રિક્ષા ની ફાળવણી કરવામાં આવી
પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર જિલ્લાના ગામડાઓને સુંદર સ્વચ્છ રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ સ્વચ્છ ભારત મિશન અભિયાન ના ગ્રામીણ વિસ્તારો માં આજે છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતેથી રાજ્ય કક્ષાના મંત્રી ભિખુસિહજી પરમાર ના વરદ હસ્તે ૧૦ જેટલી ઇ-વ્હીકલ રીક્ષાની ચાવી સુપ્રત કરી વાહનોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી ભિખુસિહજી પરમારે જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજે જિલ્લા પંચાયત ખાતેથી ઇ-વ્હીકલ કચરાના કલેક્શન માટે ગ્રામ પંચાયતોને સુપ્રત કરવામાં આવ્યા છે. જેમાં જેતપુરપાવી તાલુકામાં સજવા જુથ ગ્રામ પંચાયતમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ રિક્ષા ની ફાળવણી કરવામાં આવી હતી. આમ કુલ મળી ૧૦ ઇ-વ્હીકલ જિલ્લામાં ફાળવવામાં આવી હતી.
જેતપુરપાવી તાલુકાના સજવા જુથ ગ્રામ પંચાયતના ડે.સરપંચ સચિનભાઈ રાઠવાએ જણાવ્યું કે, આજે અમારી પંચાયતને રાજ્ય સરકારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સૌજન્યથી ઇ- રીક્ષા આપી છે. પહેલા અમે ટ્રેકટર ભાડે રાખીને ગામમાંથી કચરો એકઠો કરતાં હતાં, પરંતુ ટ્રેકટર ગામના દરેક શેરી અને ગલીઓમાં જઈ શકતું ન હોવાથી અમને ઘણી તકલીફો પડતી હતી તેને દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઇ-રીક્ષા આપી છે. એ શેરીઓ અને ગલીઓમાં જઈને કચરાને એકઠો કરશે જેનાથી ગામને સ્વચ્છ રાખવામાં ઉપયોગી થશે. રાજ્ય સરકારનું આ પગલું ખુબ જ આવકારદાયક છે.