Gujarat
જેતપુરપાવીના પાણીબાર ખાતે વહેલી સવારે પ્રભાત ફેરી, ભક્તોમાં અનેરો ઉત્સાહ નો માહોલ

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઝાબ ગામેથી પાણીબાર સુધી વહેલી સવારે પ્રભાત ફેરી ફેરવવામાં આવી હતી.ઝાબ ગામેથી નીકળી પ્રભાત ફેરી પાણીબાર ધારાસભ્યના નિવાસ સ્થાને પહોંચી હતી.જ્યાં પાણીબાર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં ભવ્ય ભજન સત્સંગ અને મહાઆરતી કરવામાં આવી હતી.અયોધ્યા રામ મંદિરની લઈને દેશભરમાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે.ત્યારે પાવીજેતપુર તાલુકાના ઝાબ થી લઇ પાણીબાર ગામે આજ રોજ વહેલી સવારે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી.આ પ્રભાત ફેરીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ પ્રભાત ફેરી રામધૂન અને જયશ્રી રામના નારા સાથે સમગ્ર ગામમાં ફરી હતી.ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની આ પહેલને ગ્રામજનોએ વ્યાપક પ્રતિસાદ આપ્યો અને બાળકો,આગેવાનો, વૃદ્ધ સહિત સૌ ગ્રામજનો આ પ્રભાત ફેરીમાં ઉમટી પડ્યા હતા.આ અવસરે સરપંચો,આગેવાનો,ભાજપા સંગઠનના હોદ્દેદારો,તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.