International
ચીનમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી, શિનજિયાંગ વિસ્તારમાં આટલી તીવ્રતાનો ભૂકંપ
ચીનમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ઉત્તર પશ્ચિમ શિનજિયાંગ વિસ્તારમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) દ્વારા ભૂકંપ વિશે માહિતી આપવામાં આવી છે.
આના થોડા કલાકો પહેલા ચીનના ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં 6.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 111 લોકોના મોત થયા હતા. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે ચીનના ગાંસુમાં 4700 ઘરોને નુકસાન થયું છે. ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. આ સિવાય ચીનની ન્યૂઝ ચેનલે અહેવાલ આપ્યો છે કે આ વિસ્તારમાં પાણી, વીજળી અને પરિવહન સેવાઓ ઠપ થઈ ગઈ છે.
ચીનની સૌથી પીડાદાયક દુર્ઘટના
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 6.8ની તીવ્રતાના ભૂકંપમાં 74 લોકોના મોત થયા હતા. 2008માં ચીનના ઈતિહાસમાં સૌથી ભયાનક ભૂકંપ આવ્યો હતો. 2008માં ચીનના સિચુઆન પ્રાંતમાં 7.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં 90 હજાર લોકોના મોત થયા હતા. ભૂકંપના કારણે સમગ્ર વિસ્તાર કાટમાળમાં ફેરવાઈ ગયો હતો.