Panchmahal
નાલંદા વિદ્યાલયમાં યોજાયો ઇકો ફ્રેન્ડલી ગણપતિજી નો દશાબ્દી મહોત્સવ
નાલંદા વિદ્યાલય ઘોઘંબામાં બાળકોની રચનાત્મકતાને ઉજાગર કરવા ઉપરાંત તેમની પર્યાવરણ માટેની સંવેદનશીલતાના વિકાસ અર્થે બાળકો છેલ્લા 10 વર્ષથી માટી માંથી ગણપતિજીને પોતાની કલ્પના પ્રમાણે મૂર્તિમંત કરે છે, અને શ્રેષ્ઠ કૃતિની ગણેશોત્સવમાં સ્થાપના કરવામાં આવે નાલંદાની મહેમાનગતી માણીને શાળાના મેદાનમાં જ એક ખાડો કરી જેમાં પાણી અને દૂધ ભરી તેમજ શ્રીજી નું વિસર્જન કરવામાં આવે છે સમગ્ર કાર્યક્રમ નું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ થાય છે તેઓનો અન્નકૂટ પ્રસાદ અને તેનું આયોજન ખૂબ જ સુંદર હોય છે.
“આયા આયા આનંદામાં ગણપતિ બાપા નાલંદામાં” ના જય ઘોષ સાથે શ્રીજીની પધરામણી આ વર્ષે પણ હર્ષ ઉલ્લાસ સાથે શાળામાં બનેલા નવા સેડમાં G20 ની થીમ સાથે કરવામાં આવી જેમાં શાળા પરિવાર ઉપરાંત નગરજનો પણ ભક્તિ ભાવથી ભાગ લે છે.પાંચ દિવસ સુધી પૂજા અર્ચના કર્યા પછી પાંચમાં દિવસે ગણેશજીનું વિસર્જન અને શોભાયાત્રા સાથે શાળામાં મેદાનમાં નાની તલાવડી બનાવી પંચભૂતો દ્વારા અભિષેક કરી વિસર્જન કરવામાં આવી આ સાથે જ નાલંદા વિદ્યાલયના સારથી મિત્રોએ દ્વારા બાળકોને ભોજન કરાવીશ સારથી ટીમના લીડર ભરતભાઈએ આખુ આયોજન કર્યું.