Vadodara

વિધાર્થીઓનુ શિક્ષણ દાવ ઉપર પીપલછટ માં વિધાર્થીઓ ભણવા માટે રોજ ઘર ના ઓટલા બદલે છે

Published

on

વડોદરા જિલ્લા ના ડેસર તાલુકાના પીપલછટ ગામમાં પ્રાથમિક શાળા 2020 માં જમીન દોસ્ત કરી નાખવામાં આવી ટેન્ડર પણ પાસ થઈ ગયું છતાં નવીન મકાનનું બાંધકામ કરવામાં છેલ્લા ત્રણ વર્ષથી ટલ્લે ચઢાવ્યું છે. તંત્ર આળસ ક્યારે ખંખેરશે? વારંવાર ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં. ડેસર તાલુકાના પીપલછટ ગામમાં બાલ વાટિકા થી આઠ ધોરણની પ્રાથમિક શાળા આવેલી છે. જ્યાં કુલ 114 બાળકો ભણવા આવે છે અને અહીંયા 114 બાળકોની વચ્ચે માત્ર પાંચ શિક્ષકો છે. આ પ્રાથમિક શાળા જર્જરીત હાલતમાં થઈ જતા રજૂઆત કરતા સરકારી પરિપત્ર મુજબ શાળાના નવીન મકાનનું બાંધકામ કરવાનું હોવાથી 2020 માં જમીન દોસ્ત કરી નાખવામાં આવી હતી. ત્યારબાદ બાળકોને ભણવા બેસાડવા માટે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં બાલ વાટિકા થી ધોરણ પાંચના બાળકોને ભઈલાલભાઈ વણકરના મકાનની ઓસરીમાં. ધોરણ છ ના બાળકોને વનરાજસિંહ લકુમના મકાનની ઓસરીમાં, ધોરણ સાતના બાળકોને ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં ધોરણ 8નાં બાળકોને શાળાનાં વર્ગ ખંડ માં બેસાડવામાં આવે છે.

પ્રાથમિક શાળાના નવીન મકાનનાં બાંધકામ માટે છેલ્લા અઢી વર્ષથી શિક્ષણ મંત્રી, ધારાસભ્ય, શિક્ષણ અધિકારીને રજૂઆતો કરવામાં આવી છે. છતાં બાંધકામની શરૂઆત કરાઈ નથી જેથી ગ્રામજનો વારંવાર રજૂઆતો કરી કંટાળી જઈ. આજરોજ ગ્રામજનોએ ગામના બસ સ્ટેન્ડ થી રેલી કાઢી પ્રાથમિક શાળામાં ગયા હતા. જ્યાં ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે પ્રાથમિક શાળાને જમીન દોસ્ત કર્યાને ત્રણ વર્ષ થઈ ગયા છતાં નવીન મકાનનું બાંધકામ થતું નથી. ઉપરાંત શાળા કમ્પાઉન્ડમાં આવેલ ઝાડો જડ મૂળથી કપાવી નખાવ્યા છે. તદઉપરાંત શિક્ષકો બાળકોને બરાબર શિક્ષણ આપતા નથી. બાળકોને કાંઈ પણ લખતા વાંચતા આવડતું નથી.શિક્ષકો અનિયમિત આવે છે.

Advertisement

પ્રાથમિક શાળાના નવીન મકાનના બાંધકામ માટે છેલ્લા ત્રણ વર્ષથી કામ અટકી પડેલ છે. જે કયા કારણોસર બાંધકામ થતું નથી? આજે આ બાળકોનું ભવિષ્ય અંધકારમાં જતું રહ્યું છે બાળકોનું ભવિષ્ય બગડી રહ્યુ છે. તેનો જવાબદાર કોણ? જેવી પ્રાથમિક શાળાનાં આચાર્ય ને રજુઆત કરી હતી.માજી સરપંચ તથા ગ્રામજનો દ્વારા એક વખત પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી ને અઢી વર્ષ પૂર્વે રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત સાવલી ડેસર તાલુકા ના ધારાસભ્ય કેતનભાઇ ઇનામદારને પાંચ પાંચ વખત રજૂઆતો કરાઈ હતી. જિલ્લા શિક્ષણ અધિકારીને પણ પાંચ પાંચ વખત રજૂઆત કરવામાં આવી. છતાં છેલ્લા ત્રણ વર્ષથી પ્રાથમિક શાળાના નવીન મકાનનું બાંધકામ કયા કારણોસર ખોરંભે પડી ગયું છે. તંત્ર ક્યારે આળશ ખંખેરશે?

  • બાળકોને શિક્ષણ માટે રોજ લોકોના મકાન ઓટલા બદલવા પડેછે
  • પીપલછટ ના બાળકો માટે ગાંધીનગર થી નીકળેલી ગ્રાન્ટ હજુ ગામમાં પહોચી નથી ગ્રામજનો માં મુંઝવણ શાળા મકાન ના રૂપિયા રસ્તામાં અટવાઈ ગયા કે ચાંઉ થઈ ગયા
  • સર્વ શિક્ષા અભિયાન પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા, ભાર વિનાનું ભણતર, બેટી પઢાવો દેશ બચાવો આ સૂત્રો માત્રને માત્ર કાગળ અને દિવાલ પર તેનો કોઈ અમલ નહીં.
  • ભણવા માટે બાળકોએ આ ઓટલે થી પેલા ઓટલે જય બાઈ બાઈ ચારણી ની જેમ ભણવું પડેછે
  • શાળા વિનાનું શિક્ષણ ગામના ચૌરે અને લોકોના ઓટલે કેવી રીતે ભણશે બાળક

Trending

Exit mobile version