Panchmahal
હાલોલ મુસ્લિમ સમાજના બાળકોમાં ધાર્મિકજ્ઞાન સાથે શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા
પંચમહાલ જીલ્લાના હાલોલ નાં પાવાગઢ રોડ પર આવેલ હૈદરી ચોક ખાતે સર્વોદય હોસ્પિટીલીટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મહિલા વિકાસ મંડળ દ્વારા ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને મેડલ આપીને સન્માનિત કરવામા આવ્યા હતા.સાથે સાથે કોરોનાના કપરાકાળમા સેવા આપનારા કોરોના વોરિયર્સ ને પણ સન્માનિત કરવામા આવ્યા હતા.સાથે દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારોને પણ સન્માનિત કરાયા હતા.આ પ્રસંગે વડોદરા થી વડોદરા લોકસભા નાં પૂર્વ સાસંદ સત્યજીતસિંહ ગાયકવાડ, ડો નશીમ ખાન, ડો શાહનવાજ ની ઉપસ્થીતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો
મુસ્લિમ સમાજ માં શિક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાના આશય થી વિધાર્થી ઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હાલોલ મુસ્લિમ સમાજ ની દીકરી રિઝા મીઠાભાઈ દ્વારા ટ્રસ્ટ ના કાર્ય ને વખાણી મુસ્લિમ સમાજ ની દીકરીઓ તથા દીકરા ઓએ ધાર્મિક જ્ઞાન સાથે શિક્ષણ લેવાનો સંકેત આપ્યો હતો અત્રે ઉલ્લેખનીય છેકે હાલોલ મુસ્લિમ લુહાર સમાજ ની બે દીકરીઓ મેડિકલ ક્ષેત્રે યુરોપ અને કિર્ગિસ્તાન માં અભિયાસ કરી રહીછે
સર્વોદય હોસ્પિટીલીટી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તથા વિરોધ પક્ષના નેતા સલીમભાઈ સરજોન, અજીજુલભાઈ દાઢી, દેવાંગ ક્રિસયન, ન્યુલૂક સ્કૂલ ના પ્રિન્સિપાલ મધુબેન સાજડ,પાલિકા ના ચીફ ઓફિસર,કુમાર શાળા ના આચાર્ય દિનેશ ભાઈ પરમાર, ફારૂકભાઈ બાગવાલા, સમીરભાઈ બજારવાલા, કસ્બા પંચનાં પૂર્વ પ્રમુખ મોઈનુદ્દિંન વાઘેલા,અજીતભાઈ બરબટ, સમીરભાઈ સોડાવાલા, ઇરફાન ભાઈ શેખ, સજ્જાદ દાઢી તેમજ ટ્રસ્ટ નાં કાર્યકરો ઉપસ્થીત રહ્યા હતા જ્યારે મોટી સંખ્યામાં નગરજનોએ પણ હાજરી આપી હતી અને ટ્રસ્ટ દ્વારા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.