Connect with us

Vadodara

સાવલી તાલુકામાં ઈદ ઉલ ફિત્રની મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે ઉત્સાહ ઉમંગ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી

Published

on

Eid-ul-Fitr celebrated by Muslim fraternity in Sawli taluk with great enthusiasm and peaceful atmosphere

પવિત્ર રમજાન માસના આકરા રોજા મૂકીને આખો મહિનો ભૂખ્યા તરસ્યા રહીને પ્રભુ ભક્તિમાં તલ્લીન રહેલ મુસ્લિમ બિરાદરોના ગત રાત્રીએ ચાંદ ઉગતા આજે ઈદ મનાવી હતી વહેલી સવારથી જ તાલુકાના મુસ્લિમ બિરાદરો નવા કપડાં પહેરીને ખુશ્બુ છાંટીને ઇદગાહો તેમજ મસ્જિદોમાં ઉમટી પડ્યા હતા અને મસ્જિદમાં ઈદુલ ફીત્ર ની વિશેષ નમાજ અદા કરીને ઉજવણી કરવામાં આવી હતી સાવલી શહેર ગોઠડા ટુંડાવ કરચિયા મંજુસર રાણીયા પાલડી લસુન્દ્રા ડેસર પાંડુ સહિતના મુસ્લિમ ગામોમાં મુસ્લિમ બિરાદરોએ ભારે ઉત્સાહ અને કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં ઈદની ઉજવણી કરી હતી સાથે સાથે આજે પરશુરામ જયંતિ અને અખાત્રીજ તેમજ ઈદુલ ફિત્ર આમ ત્રણ તહેવારોનો ત્રિવેણી સંગમ સર્જાતા ભારે કોમી એખલાસ ના દ્રશ્યો સર્જાયા હતા હિન્દુ અગ્રણીઓએ પણ મુસ્લિમ બિરાદરોને ઈદગાહ તેમજ મસ્જિદોમાં જઈને ઈદની શુભેચ્છા પાઠવી હતી

Eid-ul-Fitr celebrated by Muslim fraternity in Sawli taluk with great enthusiasm and peaceful atmosphere

આ વેળાએ ભારે કોમી એખલાસના દ્રશ્યો સર્જાયા હતા જ્યારે ટુંડાવ ગામે શાહીઈમામ પીન્ટુ બાપુ તેમજ સજ્જાદા નસીન જાકીર અલી બાબા સાહેબે કોમી એકતા દેશની ઉન્નતિ અને સમગ્ર દેશમાં ભાઈચારો અને ભારત દેશ વિશ્વ ગુરુ બને તે માટે દુઆએ ખાસ ગુજારવામાં આવી હતી તાલુકાના તમામ મુસ્લિમ બિરાદરો ઈદ ની ઉજવણીમાં વ્યસ્ત જણાતા હતા અને ભારે ભક્તિ ભાવ ભર્યા વાતાવરણમાં અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઈદનું પર્વ સંપન્ન થયું હતું સાથે સાથે પરશુરામ જયંતિની પણ ભારે ઉષ્મા સાથે ઉજવણી કરવામાં આવી હતી અને ઠેર ઠેર એકબીજાને મુબારક બાદ અને શુભેચ્છા પાઠવતા તાલુકા-જનો જોવા મળી રહ્યા હતા

Advertisement
error: Content is protected !!