Chhota Udepur
ગામમાં દારૂની ભઠ્ઠી આઠ અને દારૂ પકડે ચાર લીટર!!!! વાહ..જમાદાર…વાહ…

જેતપુરપાવી તાલુકાનું કદવાલ પોલીસ સ્ટેશન એમપી તથા રાજસ્થાનના બુટલેગરોના પ્રવેશ દ્વારે ઉભુ છે. અહીંયા થી રાજસ્થાન મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી ખેપીયાઓ બાઈક તથા કારમાં દારૂની હેરાફેરી કરતા હોય છે. ત્યારે પરપ્રાંત માંથી આવતો દારૂ વાયા ભીખાપુરા, ખટાસ, નાનીખાંડી, કદવાલ વાળા રસ્તે આવતા હોય છે. અને મોટા પ્રમાણમાં દારૂનો સપ્લાય કરતા હોય છે. ગતરોજ કદવાલ પોલીસ સ્ટેશનના ભીખાપુરા બીટ વિસ્તારમાં આવતા ખટાસ ગામે બીટ જમાદાર પ્રતાપ (કહેડાવતા બાપુએ) ગામમાંથી ચાર લીટર દારૂ “તે પણ દેશી” ઝડપી પાડી પોતે સિંઘમ હોવાનો રોફ જમાવતા હતા.
ગામમાં નાના-મોટા દેશી દારૂના આઠ થી દસ ભઠ્ઠી તથા અડ્ડા ધમધમે છે. તેવામાં માત્ર ચાર લીટર દેશી દારૂ પકડી ભીખાપુરા વિસ્તારમાં જાણે કે દારૂબંધીનો કડક અમલ કરાવ્યો હોય તેમ મૂછો ઉપર તાવ દેતા નજરે પડ્યા હતા. ભીખાપુરા વિસ્તારમાં ચાર લીટર દેશી દારૂ પકડી જમાદાર વિદેશી દારૂને છૂટો દોર આપ્યો હોય તેમ રોજ અસંખ્ય બાઈકો અને કાર અહીંથી પસાર થાય છે. ત્યારે જમાદાર માત્ર ચાર લીટર દેશી દારૂ પકડી “ખાંડે ડૂચા અને દરવાજા મોકળા” રાખ્યો હોવાના ઘાટ સર્જાયા છે. તેવામાં મોટા મગરમચ્છો છોડી નાની માછલીઓને દબોચી વાહ..જમાદાર…વાહ…
- કદવાલ પોલીસ સ્ટેશન એમપી તથા રાજસ્થાનના બુટલેગરોના પ્રવેશ દ્વારે ઉભુ છે.
- માત્ર ચાર લીટર દેશી દારૂ પકડી “ખાંડે ડૂચા અને દરવાજા મોકળા” રાખ્યો હોવાના ઘાટ સર્જાયા
- પરપ્રાંત માંથી આવતો દારૂ વાયા ભીખાપુરા, ખટાસ, નાનીખાંડી, કદવાલ વાળા રસ્તે આવતા હોય છે. અને મોટા પ્રમાણમાં દારૂનો સપ્લાય કરતા હોય છે
- ભીખાપુરા બીટ વિસ્તારમાં આવતા ખટાસ ગામે બીટ જમાદાર પ્રતાપ (કહેડાવતા બાપુએ) ગામમાંથી ચાર લીટર દારૂ “તે પણ દેશી” ઝડપી પાડી પોતે સિંઘમ હોવાનો રોફ જમાવતા હતા
- જમાદાર દારૂબંધીનો કડક અમલ કરાવ્યો હોય તેમ મૂછો ઉપર તાવ દેતા નજરે પડ્યા વાહ ..જમાદાર.. વાહ ..