Mahisagar
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર દ્વારા આઠમો એજયુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર દ્વારા આઠમો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 2022-23 યોજાઈ ગયો હતો, જેમાં ગુજરાત સરકારના માનનીય કેબિનેટ કક્ષાનાશિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર, તેમજ ડાયટ ના પ્રાચાર્ય કે ટી પુરાણીયા, તેમજ ઇવેન્ટના ડાયરેક્ટર કન્વીનર ઓમેગા પાંડવ એ ફેસ્ટિવલ ને ખુલ્લો મુક્યો.
જેમાં જિલ્લાના 48 જેટલા ઇનોવેટિવ શિક્ષકોએ પોતાનું ઇનોવેશન પ્રદર્શિત કર્યું. તેમજ આ વર્ષે ઇનોવેશન ફેસ્ટિવલમાં પ્રથમવાર બાળમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું. સંતરામપુર તાલુકામાંથી તાલુકા શાળાના શિક્ષક વડેરા પ્રહલાદકુમાર માનસિંહ એ પણ મારુ ગામ, મારી શેરી, આપણું રંગમંચ નામનું પોતાનું એજ્યુકેશનલ ઇનોવેશન જિલ્લા કક્ષાએ રજૂ કર્યું હતું.જેમાં તેને ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો હતો.
અહેવાલ તસ્વીર:-/સલમાન મોરાવાલા સંતરામપુર.