Panchmahal

ઘોઘંબા APMC ચેરમેન તથા વા.ચેરમેનની વરણી ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં પ્રક્રિયા હાથ ધરાઈ

Published

on

ઘોઘંબા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આજરોજ ચેરમેન વાઈસ ચેરમેનની વરણી કરવામાં આવી હતી ભાજપે ચેરમેન તરીકે ઝવરભાઈ અદેસિંગ બારિયા ને મેંડેટ આપવામાં આવ્યું હતું જ્યારે વા.ચેરમેન તરીકે ડાયાભાઈ સોલંકી ના નામની જાહેરાત કરવામાં આવી હતી કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તથા હાલોલ ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર ની આગેવાનીમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો જલવંત વિજય થયો હતો. આજરોજ એપીએમસીની ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક માટે કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની હાજરીમાં મેંડેટ ખોલવામાં આવ્યું હતું. જેમાં ચેરમેન તરીકે ઝવરસિંહ બારીયા તથા વાઇસ ચેરમેન તરીકે ડાયાભાઈ સોલંકીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી

ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે બંને હોદ્દેદારોને મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્યા હતા એપીએમસીના ચેરમેન વા.ચેરમેનની નિમણૂક પ્રક્રિયામાં ભાજપ પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ, ભીખાભાઈ સોલંકી, ઘોઘંબા સરપંચ નિલેશભાઈ વરિયા, જયપાલસિંહ રાઠોડ ઉપસ્થિત રહી ભારત માતાકી જયના જયઘોષ સાથે નિમણૂકને વધાવી ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા

Advertisement

Trending

Exit mobile version