Uncategorized
પાવી જેતપુર તાલુકા ભાજપ પ્રમુખની તરીકે કિરણ રાઠવાની વરણી
(પ્રતિનિધિ કાજર બારીયા)
પાવી જેતપુર તાલુકા ભાજપ પ્રમુખની ટર્મ પુરી થતા તાલુકા ભાજપ ના પ્રમુખ માટે સેન્સ લેવામાં આવ્યા હતા કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મકતા સમરસતા સાથે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી પાવી જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે કિરણ રાઠવાની વર્ણી કરવામાં આવી છે પાવી જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ માટે નવ લોકોએ પોતાનો બાયોડેટા આપ્યો હતો જે માંથી તાલુકાના લોકો અને બુથ પ્રમુખ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે ચર્ચા કરી કિરણ રાઠવાની આજ રોજ વર્ણી કરવામાં આવી છે .
નવનિયુક્ત તાલુકા ભાજપ પ્રમુખ કિરણ રાઠવા અગાઉ 2017 માં જેતપુર પાવી ભાજપ કિશન મોરચાના મહામંત્રી તેમજ 2019 માં તાલુકા ભાજપ યુવા મોરચા મહામંત્રી તેમજ 2021 તાલુકા ભાજપ યુવામોરચા પ્રમુખ તેમજ 2023માં છોટાઉદેપુર ભાજપ યુવા મોરચા મહામંત્રી તરીકે ની ભૂમિકા ભજવી હતી હાલમાં તેઓને તાલુકાના ભાજપના પ્રમુખ તરીકે વર્ણી કરતા લોકોમાં આનંદની લાગણી ફેલાઇ હતી