Vadodara

રોજગારીની તક: વડોદરા RMS Polytechnic College ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો

Published

on

વડોદરા શહેરના યુવાનોને રોજગારી મળે તે હેતુથી RMS Polytechnic કોલેજમાં તા.૨૦ જૂન ના રોજ RMS Polytechnic કોલેજ કેમ્પસ, બાકરોલ, વડોદરા ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઈટીઆઈ,ડીપ્લોમા અને ડીગ્રી તમામ ટેકનિકલ ટ્રેડ ના મહિલા અને પુરુષ ઉમેદવારો માટે મેગા રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો. ડિપ્લોમા અને બીઈ તેમજ આઈટીઆઇ ધરાવતા ૨૫૦૦ થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો.આ ભરતી મેળામાં વડોદરા અને તેની આજુબાજુની 30 નામી કંપનીઓ દ્વારા ૧૧૫૦ જેટલી ટેકનીકલ વેકન્સી ( જગ્યા)ઓ માટે ઇન્ટરવ્યુ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાંથી ૧૦૪૬ ઉમેદવારોની પ્રાથમીક પસંદગી કરવામાં આવી હતી .


આ ભરતીમેળામાં ઉપર મુજબની લાયકાત ધરાવતા ૧૮ વર્ષ થી ૩૫ વર્ષના ઉમેદવારો ભાગ લીધો હતો. રોજગાર ભરતીમેળામાં ગુજરાત સરકારના રોજગારલક્ષી અનુબંધમ અને એનસીએસ ઓનલાઈન પોર્ટલ પર નામનોંધણી કેમ્પ દ્વારા ૭૦ થી વધુ ઉમેદવારોની નામ નોંધણી કરવામાં આવી હતી. તેમજ ૧૦૦ થી વધુ ઉમેદવારો વિદેશ રોજગાર અને શિક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું આ ભરતી મેળામાં આર. એમ.એસ પોલીટેકનીકના ચેરમેન મનીષ શાહ તેમજ વડોદરા જીલ્લાના મદદનીશ નિયામક (રોજગાર) અલ્પેશ ચૌહાણ એ ઉપસ્થીત રહીને ઉમેદવારોને પ્રોત્સાહીત કર્યા હતા

Advertisement

Trending

Exit mobile version