Connect with us

Chhota Udepur

ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન હેઠળ સમાવેશ થયેલા બાળકોના વાલીઓને રોજગારલક્ષી કીટ વિતરણ કરવામાં આવી

Published

on

Employment Oriented Kits were distributed to the parents of children included under Children in Street Situation

પ્રતિનિધિ, કાજર બારીયા

ચિલ્ડ્રન ઇન સ્ટ્રીટ સિચ્યુએશન અંતર્ગત મહોલ્લા અને શેરીઓમાં રહેતા જરૂરિયાતમંદ બાળકોને બાળ સ્વરાજ પોર્ટલમાં નોંધણી કરીને સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓનો લાભ આપવા આવા બાળકોના પરિવારજનોને આઇડેન્ટીફાય કરવામાં આવે છે આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગરની છોટાઉદેપુર સ્થિત મદદનીશ કમિશનરની કચેરી દ્વારા આવા લાભાર્થીઓને માનવ ગરીમા યોજનાના લાભ પેટે રોજગારલક્ષી કીટ સુપ્રત કરવામાં આવી હતી
આવા બાળકોના વાલીઓ આર્થિક સદ્ધરતા મેળવે તે આશયથી આવા બાળકોને ચિલ્ડ્રન ઇન સ્ટ્રીટ સિચ્યુએશન અંતર્ગત સમાવેશિત કરવામાં આવે છે સરકાર અને માનનીય સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર આવા બાળકોના પરિવારને તાત્કાલિક અસરથી રાહત તેમજ અન્ય લાભો આપવા સૂચન થયેલ છે

Advertisement

Employment Oriented Kits were distributed to the parents of children included under Children in Street Situation
છોટાઉદેપુર જિલ્લામાં આવા કુલ ૩૫ બાળકોને આઇડેન્ટીફાય કરી તમામ યોજનાઓ અને સહાયના લાભો આપવા માટે જિલ્લા કલેકટર તંત્રએ ખાસ ઝુંબેશ ઉપાડેલ છે બાળ સુરક્ષા એકમ હેઠળ આ તમામ બાળકોને રોકડ સહાય રૂ ૨૦૦૦ આપવામાં આવેલ છે.
આ યોજના અંતર્ગત આદિજાતિ કચેરી દ્વારા કવાંટ તાલુકાના બે લાભાર્થીઓને માનવ ગરિમા યોજના ની રોજગાર લક્ષી કીટ આપી સહાય કરવામાં આવેલ છે આવા એક લાભાર્થી રાઠવા ઈશ્વરભાઈ ને વેલ્ડીંગ મશીન આપીને તેમને તથા તેમના પુત્ર અક્ષયને મજૂરી કામમાંથી કાયમી છુટકારો અપાવેલ છે ઈશ્વરભાઈના પત્નીનું અવસાન થતાં તેના પુત્ર અક્ષયને પાલન કરવાની જવાબદારી ઇશ્વરભાઇ ઉપર આવી પડી હતી. હવે ઈશ્વરભાઈ ને વેલ્ડીંગ મશીન મળતા તેઓ કવાંટ ગામમાં જ વેલ્ડીંગ નું કામ શરૂ કરી પોતાનું ગુજરાન ચલાવવા માંગે છે અને તેમના પુત્રને પણ આ દિશામાં તાલીમ આપી તેમનું જીવન સદ્ધર કરવા માંગે છે આવો અન્ય કિસ્સો કવાંટનો જ છે અરવિંદભાઈ રાઠવા જેવો છૂટક કામ કરતા હતા તેમનો પુત્ર ઋત્વિક આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે અરવિંદભાઈ ને દરજી કામમાં આવડત હતી પરંતુ સિલાઈ મશીનના પૈસા ન હોવાથી આદિજાતિ કચેરી દ્વારા તેમને સિલાઈ મશીન આપવામાં આવતા તેઓ દરજી કામ કરી પોતાના જીવનમાં પરિવર્તન લાવવા માંગે છે અરવિંદભાઈ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે તેમને દરજીકામ અંગેની જાણકારી અને આવડત છે અને હવે આ મશીન મળતા તેઓ પોતાનું જીવન અને પરિવારની દશા ચોક્કસ બદલી શકશે તેવી તેમને આશા છે.

error: Content is protected !!