Panchmahal
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે સશક્ત અને સુપોષીત કિશોરી અભિયાન મેળાની ઊજવણી કરાઈ

આજ રોજ તારીખ 06/01/2023 પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં કિશોરી કુશળ બનો સશક્ત અને સુપોષીત કિશોરી અભિયાન મેળાની ઊજવણી કરવામાં આવી હતી.જેમાં વિવિધ વિભાગો દ્વારા સ્ટોલનું આયોજન કરી કિશોરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરોગ્યની ટીમ દ્વારા કિશોરીઓના હિમોગ્લોબિનની તપાસ તેમજ આરોગ્ય અને પોષણ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી.SHE ટીમ દ્વારા કિશોરીઓને સ્વ રક્ષણના સ્ટેપ બતાવી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ITIની ટીમ દ્વારા ITI વિભાગમાં ચાલતા તમામ કોર્સ બાબતે જરૂરી માર્ગદર્શન આપી, ITIમાં એડમીશન બાબતે માહિતી અપાઈ હતી.
સર્વ શિક્ષા અભિયાન દ્વારા શિક્ષણનું મહત્વ સમજાવેલ, એડવોકેટ કાનૂની સેવા સત્તા મંડળના અધિકારી દ્વારા કાનૂની સેવા અંગે જરૂરી માહિતી અપાઈ હતી. આ સાથે કાર્યક્ર્મમાં ઉપસ્થિત પ્રોગ્રામ ઑફિસર દ્વારા કિશોરીઓને પૂર્ણાયોજના અંતર્ગત આંગણવાડીમાં આપવામાં આવતી તમામ સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપીને શાળા પુનઃપ્રવેશ તથા આઇટીઆઇ કરેલ કિશોરીઓને પ્રમાણપત્ર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ, સભ્ય,કારોબારી સદસ્ય, APMC ચેરમેન સહિત વિવિધ વિભાગના વડાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.