Panchmahal
ઘોઘંબા તાલુકા કક્ષાએ બેટી બચાવો,બેટી પઢાઓ યોજના અંતર્ગત સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો
ઘોઘંબા તાલુકા મથકે બેટી બચાવો ,બેટી પઢાઓ યોજના તથા પૂર્ણા યોજનાના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાએ સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો મહિલા અને બાળ અધિકારી શાખા તથા આઇ.સી.ડી.એસ. શાખા ઉપક્રમે યોજવામાં આવ્યો.
જેમાં
કાલોલ મત વિસ્તારના ધારાસભ્ય ફતેસિંહજી ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિ- પંચમહાલ ગોધરાના ચેરમેન રમેશભાઈ રાઠવા, મહિલા અને બાળ આરોગ્ય સમિતિના ચેરમેન પ્રેમીલાબેન, ભાજપ પ્રમુખ ગુણવંતસિહ ગોહિલ, ન્યાય સમિતિના ચેરમેન કલ્યાણસિંહ, જિલ્લા પંચાયત સદસ્ય ભીખાભાઈ સોલંકી, જિલ્લા પંચાયતના સદસ્યો તથા તાલુકા પંચાયતના સદસ્યો, તથા મહિલા અને બાળ અધિકારી માધવીબેન ચૌહાણ, પ્રોગ્રામ ઓફિસર રમીલાબેન ચૌધરી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જીગ્નેશભાઈ પંચાલ, દહેજ પ્રતિબંધ અધિકારી ગોધરા કિરણબેન તરાલ તથા મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને મહિલાઓ તથા કિશોરીઓ અને આંગણવાડી કાર્યકરો હાજર રહ્યા હતા.
ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમાજના ઉત્થાન માટે અને સમાજમાં સ્ત્રી વગર જીવન શક્ય નથી અને આપણો ઇતિહાસ તથા ધર્મ શાસ્ત્રોમાં સ્ત્રીઓને ખૂબ જ મહત્વ અપાયું છે જેથી સ્ત્રીઓનું રક્ષણ કરવું એ આપણી સૌની નૈતિક ફરજ સાથે સાથે તેઓના દ્વારા બાલિકાઓને સુંદર શિક્ષણ પ્રાપ્ત થાય અને તેઓનું જીવન સુરક્ષિત બને તે માટે સૂચન આપ્યા હતા. સાથે સાથે સરકારની તમામ શાખાઓની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી તથા સ્ટોલ ઉભા કરીને વ્યક્તિગત સમજ આપવામાં આવી હતી.સાથે સાથે ચૌહાણ તરુણાબેન દ્વારા તલવારબાજી પણ દર્શાવવામાં આવી હતી.
તાલુકામાં વિવિધ ક્ષેત્રમાં કિશોરીઓ દ્વારા કરેલ ઉત્તમ કામગીરી બદલ પૂર્ણા શિલ્ડ, પ્રમાણપત્ર અને પૂર્ણા કપ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે આ કાર્યક્રમ પરથી સરકારશ્રીના સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળામાં નારી શક્તિના ઉત્તાન માટેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.
ઘોઘંબા તાલુકા પ્રાથમિક શાળાનો પરિવાર, બી.આર. સી. કોઓ પ્રવીણભાઈ સોલંકી , બી. આર. સી. ભવન પરિવાર તથા વિવિધ શાખાઓના કર્મચારી મિત્રોનો સહકાર પ્રાપ્ત થયો હતો.
તાલુકા વિકાસ અધિકારી દ્વારા સૌનો આભાર વ્યક્ત કરી આભાર વિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક રાજેશકુમાર પટેલ અને નારણભાઈ ભાટિયા દ્વારા કરવામાં આવ્યું હતું.