Gujarat
અમૂલ ડેરીમાં રામ – રાજ “ના શાસન નો અંત ચેરમેન વિપુલ પટેલ વા.ચે. કાંતિ સોઢા પરમાર
- અમૂલ ડેરીમાં રામ – રાજ “ના શાસન નો અંત ચેરમેન વિપુલ પટેલ વા.ચે. કાંતિ સોઢા પરમાર
અમૂલ ડેરીમાં રામસિંહ પરમારના શાસનનો અંત:ચેરમેન તરીકે વિપુલ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા કાંતિ સોઢા પરમારની નિમણૂક.. આણંદ ધી ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અમૂલ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી 14 ફેબ્રુઆરીના યોજાઈ હતી.જોકે ચૂંટણી પહેલાંના દિવસોમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર સહિત અન્ય ચાર કોંગી આગેવાનો ભાજપમાં જોડાતા અમૂલ વ્યવસ્થાપક મંડળમાં ભાજપની સંખ્યાત્મક બહુમતી થઈ હતી.જેથી ભાજપના પ્રદેશ શીર્ષ નેતૃત્વએ આ ચૂંટણીમાં ભાજપ સંગઠનની નીતિરીતિએ કામગીરી પાર પાડી હતી.જેમાં રામસિંહ પરમારના બે દાયકાના રામસિંહ પરમાર અને રાજેન્દ્રસિંહ પરમાર એટલેકે ” રામ – રાજ “ના શાસન નો અંત આવ્યો છે. જોકે રામસિંહ પરમારની ઉંમર અને સ્વાસ્થ્યને લઈ આ પરિવર્તન રાજકીય અને સહકારી આલમમાં અપેક્ષિત હોવાનું મનાઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ 14 ફેબ્રુઆરીએ સવારે 11 કલાકે અમૂલ ડેરી ખાતે ધી ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી.આ ચૂંટણી પૂર્વે રાજકીય ઉથલપાથલ થકી કોંગ્રેસના પાંચ સભ્યો ભાજપના જોડાતા અમૂલ ડેરી વ્યવસ્થાપક મંડળમાં ભાજપની બહુમતી થઈ હતી.જેને લઈ ભાજપ પ્રદેશ નેતૃત્વ સંગઠનના નિયમ મુજબ અમૂલમાં મેન્ડેટ પદ્ધતિએ દાખલ કરી હતી.
ગઈકાલે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી મહત્વનું છે કે ભાજપ દ્વારા 13 ફેબ્રુઆરીએ તમામ સભ્યોને બોલાવી સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી પાર્ટી કરે તે નિર્ણય માન્ય રાખવાની તાકીદ કરી હતી.જે મુજબ સવારે પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને સહકાર કન્વીનર બિપિનભાઈ પટેક ચૂંટણી મેન્ડેટ લઈ આણંદ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા.જે બાદ તમામ સભ્યો સાથે બંધ બારણે બેઠક કરી મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું હતું.જેમાં ચેરમેન તરીકે વિપુલભાઈ પટેલ(ડુમરાલ) અને વાઈસ ચેરમેન તરીકે કાંતિભાઈ સોઢા પરમારનું નામ જાહેર કરાયું હતું.