Panchmahal
ઘોઘંબા તાલુકાના ગ્રામ્યવિસ્તાર ની શાળા ઓમા પ્રવેશ મહોત્સવ ઉજવાયો
ઘોઘંબા તાલુકામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જૂન -2023 ની ઉજવણી કરતા તાલુકા ઉપ પ્રમુખ છેલુભાઇ રાઠવા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના અભિગમ સાથે ગુજરાત રાજ્યના દરેક તાલુકા અને જિલ્લાની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યાકાળવણી મહોત્સવ ઉજવણી કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં ઘોઘંબા તાલુકાના ધનેશ્વર.જીપટી, દુધાપુરા, વીરાપુરા, ઘાણી ફળિયા ચેલાવાડા, તરિયા વેરી-ચેલાવાડા પ્રાથમિક શાળાઓમાં પણ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેના મુખ્ય મહેમાન તરીકે ઘોઘંબા તાલુકાના ઉપપ્રમુખ છેલુભાઈ રાઠવા ની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયા હતા. ્ તેઓ દ્વારા દરેક શાળાઓના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને “શિક્ષણ એક જીવન મંત્ર” આપ્યો હતો. છેવાડાના વિસ્તારના લોકો રોજી મજૂરી કરીને બાળકોને ભણાવતા નથી અને મજૂરી અર્થે નાની ઉંમરમાં તેઓની જીંદગી બગાડતી હોવાનું જણાવ્યું હતું.
ઘોઘંબા તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે, પરંતુ જેમાં 27 જેટલા ડોક્ટરો અહીંયા બન્યા છે તેવું ઉદાહરણ આપી અને દરેક વાલીઓને પ્રોત્સાહિત કર્યા હતા. દરેક શાળામાં વાલીઓ શિક્ષકોને સહકાર આપે અને ઉત્તમશાળા બનાવી શ્રેષ્ઠ શિક્ષણ આપણા બાળકો પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે સાથે તેઓએ દરેક શાળાની વાલી મીટીંગમાં જણાવ્યું હતું કે અંધશ્રદ્ધાઓ, વ્યસનો અને કુરિવાજો જડ મૂળથી બંધ કરવા જોઈએ અને વિદ્યાર્થીઓના શિક્ષણ તરફ હરણફાળ ભરવી જોઈએ, તેવા વિશેષ દ્રષ્ટાંત ઉદાહરણો આપ્યા હતા. ્લાયઝન અધિકારી પ્રાથમિક શિક્ષક રાજેશકુમાર એમ. પટેલ દ્વારા શિક્ષણના નવતર પ્રયોગો, નવી શિક્ષણનીતિ 2020, બાળકોને ઉચ્ચ શિક્ષણની જરૂરિયાત, દીકરીઓના ભણતર માટેની ઉત્તમ યોજનાઓ, સરકારી શાળાઓની વિવિધ સગવડો વિશે દરેક શાળામાં ઉત્તમ પ્રેરક ઉદબોદન કર્યું હતું અને વાલીઓ શિક્ષણમાં વધારે રસ અને રુચિ કેળવે તેવા પ્રેરણાત્મક દાખલાઓ આપ્યા હતા. સાથે સાથે દરેક વિદ્યાર્થીઓ ભણતરની સાથે ગણતર મેળવી અને સમાજમાં વિનય, વિવેક, મર્યાદા અને આદર્શતા ભર્યુ જીવન જીવે તેવી પણ પ્રેરણાત્મક વાતો કરી હતી. ્ સમગ્ર પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન આંગણવાડીમાં -12 બાલવાટિકામાં -72 અને ધોરણ 1 માં 09 કુલ મળીને 99 જેટલા બાળકોને શિક્ષણ પ્રવેશ કરાવ્યો હતો તથા દરેક શાળાઓના શિક્ષકો, વાલીઓ અને બાળકોએ ખૂબ જ સુંદર આયોજન કરી ઉત્તમ કાર્ય કરેલ હતું.