Gujarat
ઘોઘંબામાં ચાંદીપુરાની એન્ટ્રી,લાલપુરીમાં બાળકીનું મોત,પંચાયત ગામને સ્વચ્છ રાખવામાં નિષ્ફળ
(અવધ એક્સપ્રેસ દ્વારા)
ઘોઘંબામાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો બાર દિવસ પહેલા લાલપુરીમાં નવ વર્ષની બાળકીનું મોત સર્વેલન્સની ટીમે ચેકિંગ હાથધરી 70 જેટલી માંખોના નમુના પુના ખાતે મોકલી આપ્યા ઘોઘંબા તાલુકાના લાલપુરી ગામે ચાંદીપુરા વાયરસના કારણે ૯ વર્ષની બાળકીનું સંકાસ્પદ મોત નીપજયું હતું
બનાવની વિગત એવી છે કે લાલપુરી ગામની આરુષી પરમારની અચાનક તબિયત લથડી અને તાત્કાલિક પારુલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જ્યાં બે દિવસની સારવાર બાદ કિશોરીનું મોત નીપજયું હતું 12 દિવસ પહેલા થયેલા મોત બાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે આજરોજ સર્વેલન્સની કામગીરી હાથ ધરી 70 જેટલી સેન્ડ ફ્લાઈને પકડી તેના નમુના પુના ખાતે આવેલી લેબ માં મોકલી આપ્યા છે આ સમગ્ર બાબતમાં ઘોઘંબા તાલુકા નું આરોગ્ય વિભાગ તથા ગ્રામ પંચાયત ઊંઘતી ઝડપાઈ છે બાળકી ના શંકાસ્પદ મોતની નોંધ ગ્રામ પંચાયતના તલાટી કે સરપંચે ગંભીરતાથી લીધી નથી કિશોરીનું મરણ થયાને બાર દિવસ થયા છતાં તાલુકામાં આ વાતની ગંધસુધા આવવા દીધી નથી. આટલા મોટા બનાવમાં ગ્રામ પંચાયત કૂંભકર્ણની નિંદ્રામાં છે ગામમાં ઠેર ઠેર ગંદાપાણી ના ખાબોચિયા ભરાયેલા છે ગામ વચ્ચે ઉકરડા તથા આંગણવાડી પાસે ગંદકી જોવા મળે છે ગામમાં ઠેર ઠેર ભરાયેલા ગંદા પાણીના ખાબોચિયામાં મચ્છરોની ઉત્પત્તિ જોવા મળે છે
કિશોરીના શંકાસ્પદ મોત બાદ બે ફિકર રહેલી ગ્રામ પંચાયત ગામને સ્વચ્છ રાખવામાં નિષ્ફળ નીકળી છે જિલ્લા આરોગ્યની સર્વેલન્સની ટીમને કિશોરીના ઘરમાંથી ચાંદીપુરા વાયરસ ફેલાવતી બે માખીઓ મળી આવી છે માખી કરડવાથી તાવ, ઝાડા, ઉલટી થયા બાદ બાળકોના મોત થઈ રહ્યા છે બાર દિવસ પહેલા બનેલો કિશોરીના મોતનો બનાવ ગંભીરતાથી ન લઈ લાલપુરી ગ્રામ પંચાયતના વહીવટ કર્તા ઓએ ગામના બાળકોના જીવ જોખમમાં મૂકી દીધા છે શાળાના દરવાજા સામે, ફળિયાના નાકે,આંગણવાડી પાસે તેમજ કેનાલ અને ગટરોના ગંદા પાણીમાં મોટા પ્રમાણમાં મચ્છરની ઉત્પત્તિ જોવા મળે છે
સચોટ સમાચાર સાથે સ્થાનિક આપણી પોતાની ચેનલ ESTV NEWS ને સબસ્ક્રાઇબ કરો