Gujarat

સુરત માં ગંગાજળ અને ગૌમૂત્ર છાંટીને પ્રવેશ આપવામાં આવશે’, ગરબા આયોજનમાં વિધર્મીઓના પ્રવેશને લઈને હિંદુ સંગઠનો સક્રિય

Published

on

સુનિલ ગાંજાવાલા

સુરતમાં નવરાત્રીને લઈ તૈયારીઓ પૂરજોરમાં ચાલી રહી છે. કોમર્શિયલ ગરબા આયોજનમાં વિધર્મીઓ ન પ્રવેશે તે માટે હિંદુ સંગઠનો સક્રિય થયા છે.ત્યારે ગરબામાં વિધર્મીઓને પ્રવેશ ન મળે તે પ્રકારનું આયોજન કરવા હિંદુ સંગઠનોની માંગ છે. જેમાં ગાયક, ખેલૈયા કે, બાઉન્સર તરીકે પણ વિધર્મીઓ ન પ્રવેશે તેનું ધ્યાન રાખવા અપીલ કરી છે. નવરાત્રીમાં વિધર્મીઓને આવતા રોકવા હિંદુ સંગઠન દ્વારા ચેકિંગ પણ થશે. ગરબામાં પ્રવેશ વખતે તિલક અને આઈડી કાર્ડની ચકાસણી પણ કરવામાં આવશે. તેમજ ગરબામાં ગંગાજળ અને ગૌમૂત્ર છાંટીને જ પ્રવેસ આપવામાં આવશે.

Advertisement

આ બાબતે હિદુ સંગઠનનાં પદાધિકારીએ જણાવ્યું હતુ કે, નવરાત્રી ગરબામાં કોઈ વિધર્મી ન પ્રવેશ કરે આ બાબતે જણાવ્યું હતું કે, સંગઠનનાં પદાધિકારીઓ તેઓની યોજનાં બનાવી રહ્યા છે. કઈ રીતે અને આ યોજના બનશે જે તમામ બાબતે અમે સંગઠનનાં પદાધિકારીઓ દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવશે. જેમાં ચર્ચા વિચારણા કર્યા બાદ જે સૂચના મળશે.

તે મુજબ તમામ હિંદુત્વવાદી સંગઠનો કોમર્શિયલ ગરબામાં ધ્યાન રાખશે.આ બાબતે હિદુ સંગઠનનાં પદાધિકારીએ જણાવ્યું હતું કે, લહજેહાદની જે ઘટનાઓ છે તે ચરમસીમાએ પહોંચી ગઈ છે. બે મહિનાં પહેલા જ એક ગરબા ક્લાસીસમાં એક વિધર્મી હિંન્દુ યુવક બનીને ગરબા શીખવતો હતો. જેનો વિરોધ કર્યો હતો. આ લોકો ગરબા ક્લાસમાં ઘુસીને જે પ્રવૃતિ કરે છે તેને રોકવા માટે એક સમિતિ બનાવવામાં આવશે. એમાં જેટલા પણ વ્યવસાયિક ગરબાવાળા છે.

Advertisement

આ બાબતે હિદુ સંગઠનનાં સભ્ય દ્વારા જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ લેવલ ઉપર તો હું માત્ર એટલું જ કહીશ કે, આ અમલમાં ત્યારે જ આવશે. જ્યારે હિંદુ સમાજમાં દરેક હિંદુ બદલાશે. દરેક તહેવાર બાબતે સામાન્ય જનમાણસે સમજવું પડશે. આ કોઈ ડાન્સિંગ કાર્નિવલ નથી. આ જગત જનની માં અંબાનો તહેવાર છે. આપણે નવ દિવસ માં ની આરાધના કરીએ છીએ. શેરી ગરબાઓમાં હજુ એ મર્યાદાઓ જળવાયેલી છે.

Advertisement

Trending

Exit mobile version