Chhota Udepur

નેશનલ ટીબી નાબૂદી કાર્યકમ માં સૌની ભાગીદારી જરૂરી

Published

on

(પ્રતિનિધિ કાજર બારીયા)

જિલ્લા ક્ષય અધિકારી અને ઇન્ચાર્જ  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ દ્વારા મળેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ આશા, આરોગ્ય કર્મચારીઓ ની યોજાયેલ સાપ્તાહિક મિટિંગ માં ટીબી ની કામગીરી  બાબતે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાયસિંગપુરા ખાતે ના મેડિકલ ઓફિસર ડો જયેશ રાઠવા અને ડો.નિશા રાઠવા, આરોગ્ય સુપરવાઈઝર કરણભાઈ રાઠવા સહિત આશા આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાધરવાટ ખાતે ડો. કલ્યાણ પાંડે, આરોગ્ય સુપરવાઈઝર બાબુભાઈ રાઠવા, નરતનભાઈ રાઠવા, સીકલસેલ કાઉન્સિલર અર્જુનભાઈ રાઠવા સહિત આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Advertisement

દેશના વડાપ્રધાન દ્વારા વર્ષ ૨૦૨૫ સુધી માં ટીબી રોગને દેશમાંથી નાબૂદ કરવા ના દેશ વ્યાપી ઝૂંબેશ ને વેગ આપવા માટે સમુદાય માં થી ટીબી રોગના દર્દીઓ ને વહેલી તકે શોધી કાઢવા અને શોધાયેલા તમામ દર્દીઓને સારવાર આપી રોગમુક્ત કરવા માટે આરોગ્ય વિભાગ ઉપરાંત કોમ્યુનિટી સપોર્ટ પણ એટલો જ જરૂરી છે તે વાતને લઈને જિલ્લા ટીબીએચઆઈવી કો-ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા એ જણાવ્યું હતું કે ટીબી રોગના સામાન્ય લક્ષણો જેવા કે બે અઠવાડિયા કરતા વધુ સમય ની ખાંસી, ભૂખ ઓછી લાગવી,વજન ઘટવું , રાત્રી ના સમયે ઝીણો તાવ વગેરે લક્ષણો જોવા મળે તો ટીબી હોય શકે અને તે માટે સરકારી દવાખાનામાં નિઃશુલ્ક તપાસ થાય તથા જો ટીબી જણાઈ તો સરકાર દ્વારા નિઃશુલ્ક સારવાર સહિત ની સેવાઓ ઉપલબ્ધ છે ની જાણકારી  સમુદાય ના દરેક નાગરિક ને મળી રહે તેવી લોકજાગૃતિ લાવવા સહિત ની વાત કરી હતી.

Advertisement

Trending

Exit mobile version