Dahod
દેવગઢ બારિયાના જંગલમાં 5000 વર્ષ પહેલાની માનવ સંસ્કૃતિના પુરાવા મળ્યા
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના જંગલમાંથી 5 હજાર વર્ષ જૂની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. અહીંથી ગુફાની દીવાલો પર સૂર્યપ્રકાશ અને પાણી પણ અસર ન કરે તે પ્રકારે દોરાયેલા ચિત્રો 5 હજાર વર્ષ બાદ પણ અકબંધ અવસ્થામાં મળી આવ્યા છે. આ ચિત્રો એક પુરાવો છે કે આશરે 5 હજાર વર્ષ પૂર્વે અહીંયા માનવ જીવનનું અસ્તિત્વ હતા. આ સંસ્કૃતિ અતિ વિકસિત હશે તેવું પુરાતત્વ વિભાગનું માનવું છે.
જંગલની અંદર સુધી ટ્રેકિંગ કરતી વન વિભાગની ટીમે એક ગુફાની અંદર ઓછામાં ઓછા 5,000 વર્ષ પહેલાંના રોક પેઈન્ટિંગ્સ શોધી કાઢ્યા છે. રસપ્રદ વાત એ છે કે, આ અમૂલ્ય પુરાતત્વીય અવશેષોમાં રીંછના ચિત્રો મળી આવ્યા છે અને હાલ પણ આ વિસ્તાર રીંછ માટે પ્રખ્યાત છે જેથી કહી શકાય કે, આશરે 5 હજાર વર્ષ પૂર્વે પણ અહીંયા રીંછનું અસ્તિત્વ હશે. પુરાતત્વવિદોએ જણાવ્યું હતું કે શોધ સૂચવે છે કે, આ વિસ્તારમાં મેસોલિથિક યુગમાં માણસો વસવાટ કરતા હતા અને હજુ પણ ઘણા ચિત્રો અકબંધ છે.
ગુફાના ગ્રેનાઈટ ખડકો પર ચિત્રો એવી રીતે બનાવવામાં આવ્યા છે કે તે વરસાદ, પવન અને સૂર્યપ્રકાશ સામે સહીસલામત છે. ચિત્રોમાં ગુફાના ખડક પરના અકબંધ ચિત્રો અને ટેકરીના અન્ય ખડકો પરના કેટલાક અન્ય ચિત્રોનો સમાવેશ થાય છે જે વર્ષોથી આંશિક રીતે ભૂંસી નાખવામાં આવ્યા છે. આ વ્યાવરિયા ડુંગર પર અસ્તિત્વ ધરાવે છે, જે દેવગઢ બારિયા અને સાગટાળા વચ્ચે સ્થિત છે.
આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ પ્રશાંત તોમરે પેઈન્ટિંગ્સનો ફોટો પાડ્યો હતો. તેમણે કહ્યું કે પર્વત આરક્ષિત જંગલ વિસ્તારમાં હતો. પેઈન્ટિંગ્સ 5 હજાર વર્ષ બાદ પણ અકબંધ રહી છે.
એમએસ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર અને રોક પેઇન્ટિંગના નિષ્ણાત વી એચ સોનાવણેએ જણાવ્યું હતું કે, ફોટોગ્રાફ્સ પરથી એવું લાગે છે કે પહાડ પરના ખડક પર દોરવામાં આવેલી આકૃતિઓ અલગ-અલગ સમયની હતી.
1971માં પંચમહાલ જિલ્લાના તરસંગ ખાતે ગુજરાતના પ્રથમ રોક પેઈન્ટિંગ્સ શોધનાર એમએસ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર અને રોક પેઈન્ટિંગ્સના નિષ્ણાત વી એચ સોનવણેએ જણાવ્યું હતું કે, તેના પર ઘોડાઓ સાથેનું બીજું ચિત્ર તાજેતરનું છે અને તે 13મી કે 14મી સદીનું હોઈ શકે છે. તેમણે ધ્યાન દોર્યું કે તારસંગમાં પણ મેસોલિથિક યુગ અને વધુ તાજેતરના સમયના રોક ચિત્રો એ જ વિસ્તારમાં જોવા મળ્યા હતા.
સોનાવણેએ જણાવ્યું હતું કે આવા ચિત્રો ભાગ્યે જ જોવા મળે છે. તરસંગ ઉપરાંત રાજ્યમાં આવા ચિત્રો અસ્તિત્વમાં હોય તેવા અન્ય સ્થળોમાં છોટા ઉદેપુર જિલ્લો, બનાસકાંઠામાં અમીરગઢ, સાબરકાંઠામાં ઇડર, સુરેન્દ્રનગરમાં થાનગઢ અને ભાવનગર જિલ્લામાં ચમારડીનો સમાવેશ થાય છે.
બારિયામાં ચિત્રો વિશે સોનાવણેએ જણાવ્યું હતું કે આ લાલ હેમેટાઇટ સાથે ગ્રેનાઇટ ખડકો પર બનાવવામાં આવ્યા હતા, જે ખડકો અને માટીમાં જોવા મળતા ફેરસ ઓક્સાઇડ સંયોજન છે. તેમણે કહ્યું હતું કે, આ ચિત્રોને સુરક્ષિત રાખવા જોઈએ. તે એક સંકેત છે કે માણસો અહીં મેસોલિથિક યુગમાં રહેતા હતા. વધુ અભ્યાસો આપણને ત્યાં માનવ વસાહતના અન્ય પુરાવાઓ તરફ દોરી શકે છે.
આ શોધથી આશા જાગી છે કે આવા વધુ ચિત્રો અને પુરાવાઓ આ જંગલની અંદર છુપાયેલા છે અને અહીં માનવ વસવાટ વિશે વધુ માહિતી પ્રદાન કરી શકે છે.
જંગલની અંદર ઊંડે સુધી ટ્રેકિંગ કરી રહેલી વન વિભાગની ટીમને એક ગુફાની અંદર ઓછામાં ઓછા 5,000 વર્ષ જૂનાં રોક પેઇન્ટિંગ્સ મળી આવ્યા
ગુજરાતમાં સ્લોથ રીંછ માટે પ્રખ્યાત દેવગઢ બારિયાનું જંગલ ઈસવીસન પુર્વે 9,000 થી 4,300 દરમિયાનના મધ્ય-પાષાણ યુગની સંસ્કૃતિનું પણ ઘર છે. જંગલની અંદર ઊંડે સુધી ટ્રેકિંગ કરી રહેલી વન વિભાગની ટીમને એક ગુફાની અંદર ઓછામાં ઓછા 5,000 વર્ષ જૂનાં રોક પેઇન્ટિંગ્સ મળી આવ્યા હતા.
રસપ્રદ વાત એ છે કે આ અમૂલ્ય ધરોહરની સુરક્ષા અંદર રહેતા રીંછ કરી રહ્યા છે. આ શોધ સૂચવે છે કે મેસોલિથિક યુગમાં આ વિસ્તારમાં લોકો વસવાટ કરતા હતા અને ઘણાં ચિત્રો સારી રીતે જળવાયેલા છે તેમ પુરાતત્ત્વવિદોએ જણાવ્યું હતું.
ગુફામાં ગ્રેનાઇટના ખડકો પરના ચિત્રો વરસાદ, પવન અને સૂર્યપ્રકાશથી સુરક્ષિત રહે તે રીતે બનાવવામાં આવ્યા છે. ગુફાના ખડક પરના અકબંધ ચિત્રો અને ટેકરીના અન્ય ખડકો પરના કેટલાક ચિત્રોનો સમાવેશ થાય છે, જે કાળની થપાટમાં આંશિક રીતે ભૂંસાઈ ગયા છે. આ ચિત્રો દેવગઢ બારિયા અને સાગતલાની વચ્ચે આવેલા વ્યવહારીયા ડુંગર પર તે અસ્તિત્વ ધરાવે છે.
વડોદરા રેન્જના વન સંરક્ષક અંશુમાન શર્માએ સૌથી પહેલા આ તસવીરો ટ્વીટ કરી હતી, તેમણે જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોએ અમને જણાવ્યું હતું કે જંગલમાં ઘણા પથ્થરો પર આવા ચિત્રો છે. અમે સરકારને વિનંતી કરીશું કે પુરાતત્ત્વ વિભાગ મારફતે આ ગુફાઓની તપાસ કરવામાં આવે. આ પેઇન્ટિંગ્સ અજીબ પ્રાણીઓના છે અને કેટલાક શિંગડાના છે.
વ્યવહારીયા ડુંગરમાંથી મળી આવ્યા અવશેષ
કેમ કહે છે વ્યવહારીયો ડુંગર?
એવી લોક માન્યતા અત્રે પ્રચલિત છે કે, આ ડુંગર પર સ્થાનિક લોકો જતાં ત્યારે ત્યાં તેમને જરૂરતના પૈસા ડુંગર પરથી મળી જતાં. કામ પૂરું થયા પછી પૈસા આવી જતાં તેઓ પરત ડુંગર પર જઇ જેટલા પૈસા લાવ્યા હોય તે મૂકી આવતા. આમ ડુંગર પણ વ્યવહાર સાચવતો હોય તેનું નામ વ્યવહારીયો ડુંગર પડી ગયું હતું.
* ગુફામાં મેસોલિથિક યુગના ચિત્રો અકબંધ હાલતમાં મળી આવ્યા
* ખડકો પરના ચિત્રો વરસાદ, પવન અને સૂર્યપ્રકાશથી સુરક્ષિત રહે તે રીતે બનાવાયા છે
* ખડક પર મળી આવેલા ચિત્રો મેસોલિથિક યુગમાં માનવ વસવાટનો સૌથી મોટો પુરાવો