Gujarat
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ મોરા ખાતે યોજાયો

૪૦૫ લોકોના સ્વાસ્થ્યની ચકાસણી તથા ૦૫ લોકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત લાભ અપાયો
પંચમહાલ જિલ્લાના મોરવા(હ)તાલુકાના મોરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા લોકોએ ઉમંગભેર સ્વાગત કર્યું હતું.મોરવા(હ)ના ધારાસભ્ય નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં ખેતીવાડી,આરોગ્ય વિભાગ,ગ્રામ વિકાસ,મિશન મંગલમ,આઈ.સી.ડી.એસ,પી.એમ ઉજ્જવલા યોજના તેમજ સેવાસેતું અંતર્ગત સરકારના સંલગ્ન વિભાગોના સ્ટોલ લગાવીને કુલ ૬૧૩ લોકોને લાભાન્વિત કરાયા હતા.જેમાં ૪૦૫ લોકોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઈ હતી જ્યારે ૦૫ લોકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સ્વાસ્થ્ય ચકાસણી -૧૧૬, ખેતીવાડી -૩૭,પશુપાલન-૯૭, પીએમજેજેવાય-૧૫, સિકલ સેલ ટેસ્ટીગ-૨૫, વિશ્વકર્માં-૨૭, આધાર કાર્ડ -૨૦, વારસાઈ -૦૩, આયુષ્યમાન ભારત કાર્ડ -૮૫,સમાજ સુરક્ષા -૦૩, વિધવા વૃધ સહાય -૦૨ અંતર્ગત લાભ અપાયો હતો.
મોરા ખાતે શ્યામા પ્રસાદ મુખર્જી યોજના અંતર્ગત નવીન બસ સ્ટેશન તેમજ મોરા ગ્રામ પંચાયત કચેરીનું ધારાસભ્ય નિમિષાબેન સુથારના વરદ્ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા અગ્રણી ધવલભાઈ દેસાઈ,મોરવા(હ) એ.પી.એમ.સીના ચેરમેન હરદીપસિંહ જાદવ, મદદનીશ કમિશ્નર ખોરાક અને ઔષધ વિભાગ પંચમહાલ ગોધરા , મામલતદાર ગોપાલદાસ હરદાસાની,તાલુકા વિકાસ અધિકારી ઉમેદસિંહ સોલંકી સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.