Chhota Udepur
જેતપુરપાવી તાલુકામાં પંચાયતની કારોબારી બેઠક યોજવામાં આવી

પ્રતિનિધિ, કાજર બારીયા
તાલુકા પંચાયતના તમામ સદસ્યો તેમજ તાલુકા કચેરીનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો
જેતપુરપાવી તાલુકા પંચાયત કચેરી ખાતે આજરોજ સામાન્ય સભા અને કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેતપુરપાવી તાલુકા પંચાયત કચેરી ખાતે આ વર્ષની સામાન્ય સભાનું અગત્યનું આયોજન સાથે તાલુકા પંચાયત કારોબારી સમિતિની પણ અગત્યની બેઠક તાલુકા પંચાયત પ્રમુખ હીનાબેન બારીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
આ સામાન્ય સભામાં તાલુકાની દરેક પંચાયતોમાં મનરેગા યોજનાના કામોની સૂચિ તૈયાર કરવી તેમજ તાલુકાની જર્જરિત સ્કૂલો, વર્ગખંડો, આંગણવાડીઓ નવી બનાવવા બાબતે તેમજ રોડ રસ્તા મનરેગા અંતર્ગત માટીમોરમ રસ્તા અને તુટીંગયેલા રસ્તાઓને રીપેરીંગ બાબતે ચર્ચા કરવામાં આવી તેમજ નવીન સ્મશાનો માટે મંજૂરી મેળવવા બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ આઈ.સી.ડી.એસમાં બાલ ભોગ અને સગર્ભા મહિલાઓની યાદી માટેની સૂચનાઓ આપવામાં આવી હતી. અનેક વિકાસના કામોની તાલુકા પંચાયતની સામાન્ય સભામાં કાર્યવાહીની અમલવારી તેમજ બહાલી આપવામાં આવી હતી. આ સામાન્ય સભામાં તાલુકા પંચાયતના પ્રમુખ હીનાબેન મેહુલભાઈ બારીયા, તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ યોગેશભાઈ દલપતભાઈ રાઠવા સહિત તાલુકા પંચાયતના તમામ સદસ્યો તેમજ તાલુકા કચેરીનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો. શાંતિપૂર્ણ વાતાવરણમાં સામાન્ય કારોબારીની મીટીંગ સમાપ્ત થયેલ હતી.