Chhota Udepur

છોટાઉદેપુરમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં વકર્યો જુથવાદ?

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

(અવધ એક્સપ્રેસ)

Advertisement
  • પક્ષ ગમે તે હોય, આ ત્રિપુટીને જ રાજ કરવાનું ભગવાને વરદાન લખી આપ્યું છે..!

કોંગ્રેસના કદાવર નેતા નારણભાઇ રાઠવા કોંગ્રેસને બાઈ બાઈ કહી કેસરિયો કરતા ભાજપના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. પાવીજેતપુરના તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ રાઠવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ છે. પોસ્ટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે નારણ રાઠવા અને સંગ્રામ રાઠવા બાદ સુખરામ રાઠવા આવી જાય એટલે વર્ષો જૂનું ત્રિપુટી રાજ આવી જશે.

પાવીજેતપુર તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ રાઠવાએ રાઠવા ત્રિપુટીને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા ખળભળાટ મચી જવા પામી છે. છોટાઉદેપુરની રાઠવા ત્રિપુટી સુખરામ રાઠવા, નારણભાઇ રાઠવા, મોહનસિંહ રાઠવાને લઈને સોશિયલ મીડિયામાં બાબુભાઇ રાઠવાએ પોસ્ટ કરી છે. ગઈ કાલે નારણભાઈ રાઠવા અને પુત્ર સંગ્રામસિંહ રાઠવાના ભાજપમાં જોડવાથી કાર્યકરો નારાજ હોવાનું સ્પષ્ટ પોસ્ટમાં જણાય આવે છે. પોસ્ટમાં છોટાઉદેપુરની ત્રિપુટીને જ રાજ કરવાનું ભગવાને વરદાન લખી આપ્યું છે પક્ષ ચાહે ગમે તે હોય તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં કરી છે.

બસ હવે સુખરામ રાઠવા આવી જાય એટલે ફરી વરસો જૂનું ત્રિપુટી રાજ આવી જાય તેવી પોસ્ટ કરી છે. પોસ્ટમાં લખ્યું જુના ભાજપના કાર્યકરોને અયોધ્યા જવાનું અને નવા યુવાનોને ઘર ઘર સંપર્કમાં જવાનું…આ પોસ્ટ પરથી સ્પષ્ટ જણાય આવે છે કે ભાજપમાં કોંગ્રેસના જુના નેતાઓ આવતા ભાજપના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે.

Advertisement

સોશિયલ મીડિયા પર બાબુભાઈ રાઠવાએ પોસ્ટ કરીને પોતાની વેદના ઠાલવી છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું છે કે છોટાઉદેપુરમાં ત્રિપુટીને જ રાજ કરવાનું ભગવાન વરદાન લખી આપેલું છે પક્ષ ચાહે ગમે તે હોય. બસ હવે સુખરામભાઈ આવી જાય એટલે ફરી વરસો જુનું ત્રિપુટી રાજ આવી જાય. કેટલું સરસ કામ પાછું થઈ જશે પહેલા હતું એવું નય. અને જૂના ભાજપા વાળાને અયોધ્યા જવાનું અને નવ યુવાનોને ઘર ઘર સંપર્કમાં જવાનું કેટલું સુંદર આયોજન.

Advertisement

Trending

Exit mobile version