Gujarat
કદવાલ પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીના ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ ID હેક થયા પૈસા ની માંગણી કરાઇ
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
રાજ્યમાં દિવસ અને દિવસે સાયબર ક્રાઈમના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કદવાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારી નગીનભાઈ રાઠવા તથા કાળુભાઈ ભરવાડના ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામ આઈડી હેક કરી લોકો પાસે પૈસા માંગતા હોવાની વિગતો સપાટી પર આવી હતી. ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામ આઈડી માં ફ્રેન્ડ ગ્રુપમાં જઈ તેમની પ્રોફાઈલ ચેક કરી નજીકના મિત્રોને મેસેન્જર દ્વારા મેસેજ મોકલ્યા હતા કે પૈસાની જરૂર હોય તમે તાત્કાલિક પૈસા મોકલી આપો. આ બાબતની જાણ પોલીસ કર્મીઓને થતાં પોલીસ કર્મીઓએ કાયદાકીય રીતે નોંધ કરાવી મિત્ર વર્તુળમાં ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામ આઈડી હેક થયા હોય તેથી તમારા ઉપર રૂપિયાની માંગણી કરતો મેસેજ આવે તો આ મેસેજને ધ્યાન પર લેવો નહીં અને પૈસા પણ મોકલવા નહીં અમારા દ્વારા કોઈ પણ પ્રકારની માગણી કરવામાં આવી નથી તેવો મેસેજ લખી સ્ટેટસ તથા વોટશોપ ગ્રુપમાં સગા સંબંધીઓ તેમજ મિત્ર વર્તુળમાં જાણ કરી હતી.
કદવાલ પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારી નગીનભાઈ રાઠવાનું ફેસબુક પેજ હેક કર્યું તેમજ અન્ય એક પોલીસ કર્મચારી કાળુભાઈ ભરવાડનું ઈન્સ્ટાગ્રામ આઈડી હેક કરી ચીટરો દ્વારા પૈસા માંગવામાં આવી રહ્યા છે દિન પ્રતિ દિન સાઇબર ક્રાઇમના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે ચીટરો દૂર બેસી આવા આઈડી હેક કરી પૈસા માગી રહ્યા છે. જો પોલીસ કર્મચારીઓની પણ આઈડી હેક કરી ગુનેગાર તત્વો પૈસાની માંગણી કરતા હોય તો સામાન્ય માણસની વાત જ શું અવધ એક્સપ્રેસ દ્વારા આપને વિનંતી કરે છે કે એકદમ સરળ પાસવર્ડ ન રાખો તેમજ થોડા થોડા મહિનામાં તમારો પાસવર્ડ બદલતા રહો અને આવા ક્રાઈમ ફ્રોડ થી બચતા રહો