Panchmahal

ઋષિમુનિઓ ની આસ્થા અને તપસ્યાભૂમિ પાવાગઢની રામ ટેકરી

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
રામટેકરી પાવાગઢ ખાતે આવેલ સત્ય વિજય હનુમાન મંદિર ઘણા વર્ષો થી ભક્તો ની આસ્થા અને વિશ્વાસ નું કેન્દ્ર રહ્યું છે આ સ્થાન ઉપર પહેલા મોગલ સામ્રાજ્ય ના સમય માં સનાતન ધર્મ ના નાશ માટે અનેક હુમલાઓ થયા હતા પરંતુ ઋષિ મુનિઓ ની તપોભૂમિ હોવાથી આ સ્થાન હજી સુધી અડીખમ છે અને જૂના સમયના ઘણા અવશેષ અત્યારે પણ દેખવા મળે છે. એવુ પવિત્ર સ્થાન રામ ટેકરી સત્ય વિજય હનુમાન જ્યાં પહાડી ની ટોચ પર હમણાં પણ સિદ્ધનાથ અલોકીક ધુની મોજુદ છે. અને ભાગ્યશાળી લોકોને જેના દર્શન થાય છે સદીઓ પહેલા પાવાગઢ માં અનેક સિદ્ધ મુનિઓ નિવાસ કરતા હતા જેમાં ના એક એવા સિદ્ધનાથ મહારાજ સત્ય વિજય હનુમાન વાળી આ ટેકરી ઉપર પોતાનો આશ્રમ બનાવ્યો હતો જે લોકો ની નજરથી દૂર હતો અને આ આશ્રમ ને જાગ્રત કરવા માટે જાણે કે ખાસે માતાજી એ પોતેજ ઘણા વર્ષો પહેલા પૂજ્ય ગડબડ દાસ બાપુને પ્રેરણા આપી પાવાગઢ માં બોલાવ્યા હતા.

ત્યારબાદ ગડબડ દાસ બાપુએ અહીખુલ્લા આકાશ નીચે રહીને કેવળ ફળાહાર કરી બાર વરસ સુધી ધ્યાન સાધના અને તપ કરી આ આશ્રમ ને પુનઃ જાગૃત કર્યો હતો જ્યાં જન સેવા માટે ચોવીસ કલાક રામ રોટી ચાલે છે. પક્ષીઓને દાણા પાણી ની સેવા અને ૨૪ કલાક ૧૦૦ કરતા વધારે ગાયો ની સેવા ચાકરી કરવામાં આવે છે, અહીં વિશ્વ શાંતિ માટે અખન્ડ ધુની ધખાવેલી છે જ્યાં પ્રતિદિન રામ ધૂન અને હવન કાર્ય નિરંતર ચાલુ રહે છે. પાવાગઢ આવતા ભાવિક ભક્તો સંતો અને મહંતો માટે નિઃશુલ્ક ભોજન તથા પૂજન વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે.

Advertisement

હાલમાં આ આશ્રમ નું સંચાલન શ્રી૧૦૮ ગડબડ દાસ મહારાજ ના શિષ્ય ગોપાલદાસ મહારાજ કરે છે આજે ચૈત્ર નવરાત્રી ની આઠમે અહીં મોટો હવન રાખવામાં આવ્યો હતો જેના આસપાસ ના ભાવિક ભક્તો એ લાભ લીધો હતો

Advertisement

Trending

Exit mobile version