Connect with us

Gujarat

ગુજરાત માં સબ ભૂમી ભ્રષ્ટાચાર કી નકલી ખાતર બિયારણ જથ્થો ઝડપાયો

Published

on

Fake Fertilizer Seed Quantity Seized in Sub Bhumi Corruption Key in Gujarat

(સુરેન્દ્ર શાહ દ્વારા)

ગુજરાતમાં હવે અસલી ચીજવસ્તુઓ શોધવા માટે ગ્રાહકોએ નિષ્ણાત બનવાની જરૂર છે કારણ આ વર્ષે ઘણી બધી ચીજ વસ્તુઓમાં ભેળસેળના બનાવો ઉજાગર થયા છે થોડા દિવસ પહેલા હળદર પાવડર, મરચાં પાવડર, વરિયાળી, જીરુ ,દૂધ, પનીર જેવી વસ્તુઓમાં ભેળસેળ કરતા ઇસમોને પકડવામાં આવ્યા હતા તો ગતરોજ નકલી બિયારણ અને ભેળસેળ વારૂ ખાતર પકડવામાં આવ્યું છે ખેડૂતો દ્વારા વાવણી પહેલા અને વાવણી પછી ઉપયોગમાં લેવામાં આવતા ખાતર માં ભેળસેળ હોવાથી તેનો પાક જોઈએ તેવો ઉતરતો નથી તથા નકલી ખાતરને લઈને તેની જમીનની ફળદ્રુપતા ને પણ અસર થાય છે.

Advertisement

 

Fake Fertilizer Seed Quantity Seized in Sub Bhumi Corruption Key in Gujarat

આ ઉપરાંત વાવણીમાં નકલી બિયારણ નો ઉપયોગ થતા ખેડૂતને ચાર છ મહિના પછી ખબર પડે છે કે નકલી ખાતર અને નકલી બિયારણ આવી જતા આપણે છેતરાયા છે અને આપણી સિઝન બગડી છે ખેડૂતોના ખિસ્સા પર નકલી બિયારણ અને ભેળસેળિયા ખાતરનો ને લઈને રડવાનો વારો આવ્યો છે બિયારણ અને ખાતરમાં કોણ ખેલ પાડે છે તેઓને પકડવામાં તંત્ર બેદરકાર છે અથવા તો તેઓ દ્વારા શનિષ્ઠ પ્રયાસો કરવામાં આવતા નથી અને પકડાય છે તો સામાન્ય દંડ કરીને તેઓને છોડી મૂકવામાં આવે છે અને તેઓ દ્વારા પુનઃ નકલી ચીજ વસ્તુઓનું વેચાણ શરૂ કરવામાં આવે છે કરોડોનો વેપાર કરતાં વેપારી ને 500 કે હજાર રૂપિયાનો દંડ કરી મુક્ત કરવામાં આવે છે અને ફરી ખેડૂત તેનો ભોગ બને છે.

Advertisement

Fake Fertilizer Seed Quantity Seized in Sub Bhumi Corruption Key in Gujarat

નકલી બિયારણ અને ભેળસેળ વાલા ખાતરમાં કોણ ખેલ પાડે છે તેનો મુખ્ય કર્તા કોણ છે તેને શોધવામાં તંત્ર અસફળ છે ખેડૂતોની મહેનતના દુશ્મન કોણ ? ગુણવત્તા અને પેસ્ટીડાઈઝ વગરના ખાતરથી ખેડૂત નુ વર્ષ તો બગડે છે તથા તેની મહેનત પણ પાણીમાં જાય છે નામી કંપનીના રેપરો લગાવી વેચાણ થાય છે 528 બેગ સીલ કરવામાં આવી છે તથા અને 6626 કિલો ખાતર સીલ કરવામાં આવ્યું છે આ બધો જ બનાવટી માળનું વેચાણ સરકારની છાતી પર થાય છે હવે તો સબ ભૂમિ ગોપાલ કી નહીં પરંતુ સબ ભૂમિ ભ્રષ્ટાચાર કી નો નારો લગાવો પડશે ધરતીપુત્રો માટે સિંચાઈનો અભાવ હોય આકાશી ખેતી પર નિર્ભર ખેડૂતો વરસાદની રાહ જોતા હોય વરસાદ માથે હાથ દઈને બેઠા હોય અને વરસાદ વ્યવસ્થિત થાય તો નકલી બિયારણ અને ખાતરને લઈને ખેતીની ઉપજ થતી નથી પરિણામે તેને માથે હાથ દઈને બેસવાનો વારો આવે છે.

Fake Fertilizer Seed Quantity Seized in Sub Bhumi Corruption Key in Gujarat

આ ઉપરાંત આટલા મોટા ગુજરાતમાં જેમાં 70 ટકા ખેડૂતોનો વસવાટ હોય અને કપાસનું વાવેતર મોટાભાગે જમીનમાં થતું હોય છતાં પણ બીટી કપાસની ચકાસણી માટેની કોઈ જ લેબોરેટરી ગુજરાતમાં નથી અને છતાં પણ ગુજરાત રાજ્ય નંબર વન છે ની ગુલબાંગો પોકારવામાં આવે છે એ ખરેખર શરમજનક બાબત છે સરકારે આ બાબતે સજાગ થઈ ખેડૂતોના હિત માટે બે નંબરીયા અને નકલી બિયારણ તથા ખાતર વેચતા વેપારીઓ સામે લાલ આંખ કરે તેવા કડક કાયદા બનાવી આવા વેપારીઓ પકડાય તો તેઓને તાત્કાલિક જેલના સલીયા પાછળ ધકેલી સબક શીખવાડવો જોઈએ.

Advertisement
error: Content is protected !!