Gujarat

ગુજરાત માં નકલી મસાલા કૌભાંડ હળદર અને મરચાં માં ભેળસેળ

Published

on

ગુજરાતમાં નકલી માલ સામાન જેમાં ખાસ કરીને સૂકા મસાલા બનાવવા માટેનું હબ હોય તેવું છેલ્લા અઠવાડિયાના બનેલા બે કેસ બતાવે છે તાજેતરમાં નડિયાદ ખાતેથી ડીવાયએસપી વાજપાઈ દ્વારા નકલી હળદર બનાવવાની મોટી ફેક્ટરી ઝડપી પાડી હતી તથા બે દિવસ પહેલા ઊંઝા ખાતેથી ડુપ્લીકેટ મરચા પાવડર બનાવવાની ફેક્ટરી ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગે ઝડપી10,00,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો નડિયાદના ડીવાયએસપી વાજપેઈને પાકી બાતમી મળી હતી કે નડિયાદ ખાતે નકલી હળદર પાવડર બનાવવાની ફેક્ટરી કાર્યરત છે આ બાતમી ના આધારે પોતાના વિશ્વાસુ માણસો સાથે ફેક્ટરી પર છાપો મારતા અનાજ દળવાની ઘંટીમાં કણકી પીસવાનું કામ ઘંટીમાં ચાલુ હતું સાથે તપાસ કરતા મોટા પ્રમાણમાં હલ્દી પાવડરને બનાવવા માટે કણકી માં મિક્સ કરવા માટે પીળા કલરના પાવડરના કટ્ટા મળી આવ્યા હતા.

પીસેલી કણકી ના પાવડરમાં કલર મેળવ્યા બાદ તેમાં સ્વાદ માટે સાધારણ દોરેલા મીઠાનો ભેગ કરવામાં આવતો હતો બાદમાં એક એક કિલોના પેકિંગમાં તેને પેક કરી નીતિ નિયમ મુજબનું તમામ લખાણ કરવામાં આવતું હતું આ જ પ્રમાણે ઊંઝા ખાતેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સતત બે દિવસ રેકી કરી બે દિવસ બાદ રાત્રિના છાપો મારતા અનાજ દળવાની ઘંટીમાં માત્ર કચરો પાંદડા વિવિધ ઘન કચરા ની વસ્તુઓ પીસીને તેનો પાવડર બનાવવામાં આવે છે બાદમાં તે પાવડરમાં લાલ કલરનો ભેગ કરી સ્વાદ માટે મીઠું ઉમેરી તેનું સુંદર પેકિંગ કરવામાં આવે છે બાદમાં માર્કેટમાં તેને વેચવા માટે મૂકવામાં આવે છે ફૂડ એન્ડ ટ્રક્સ વિભાગના અધિકારીઓ દ્વારા કચરા ના પાવડરમાં લાલ કલરનું મિક્સિંગ કરતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો બાદમાં એ ઈસમ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એફઆઇઆર લોન્ચ કરાવ્યું કાયદેસરની કાર્યવાહી હાથ ધર છે ગુજરાતમાં દરેક વસ્તુમાં ડુપ્લિકેશન થાય છે એ આ બે બનાવો સ્પષ્ટ પણે દર્શાવેલ છે.

Advertisement

Trending

Exit mobile version