Panchmahal
ગુજરાતી સુપ્રસિધ્ધ લોકગાયિકા સાંત્વની ત્રિવેદી પાવાગઢની મુલાકાતે

દિપક તિવારી દ્વારા “અવધ એક્સપ્રેસ”
ગુજરાતી લોક ગાયિકા સાંત્વની ત્રિવેદીએ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરી ભાવ અને આસ્થાથી 41 ફૂટની ધજા ચઢાવી ગરબાની રમઝટ બોલાવી હતી ગુજરાતની સુપ્રસિધ્ધ લોક ગાયિકા સાંત્વની ત્રિવેદીએ પોતાના માનીતા ભાઈના જન્મદિનની ઉજવણી પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરી 41 ફૂટની ધજા ચડાવી માતાજીના ચોકમાં ગરબે ઘૂમી ધન્યતા અનુભવી હતી
51 શક્તિપીઠોમાં ત્રીજા નંબરે આવતા પાવાગઢ મહાકાળી મંદિરના નવનિર્માણ બાદ મંદિરના દર્શનાર્થીઓમાં વધારો થયો છે ભક્તોની મનોકામના પૂર્ણ કરી મહાકાળીના દરબારમાં ભક્તો આરામથી દર્શન કરી શકે તેવી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે તેવામાં ગુજરાતી ફિલ્મના કલાકારો મહાકાળી માતાના મંદિરની મુલાકાત લઈ ચૂક્યા છે આજે ગુજરાતની લોક ગાયિકા સાંત્વનની ત્રિવેદીએ પોતાના માનેલા ભાઈ આકાશ પટેલ સાથે પાવાગઢ મહાકાળી માતાના મંદિરની મુલાકાત લઈ 41 ફૂટની ધજા ચડાવી માતાજીના પરિસરમાં મહાકાળી માતાના ગરબા ના સુર રેલાવી ગરબા ની રમઝટ બોલાવી હતી મંદિરના પૂજારીએ મંત્રોચ્ચાર સાથે ધજાને કુમકુમ તિલક કરી પૂજા વિધિ કર્યા બાદ લોક ગાયિકાએ મંદિરના શિખર ઉપર ધજા ચડાવી હતી લોક ગાયિકા ના જણાવ્યા મુજબ તે ઘણા સમયથી માતાજીના દર્શને આવવાનું વિચારતી હતી પરંતુ માતાજીની આજ્ઞા થતાં આજે દર્શન કરી હું ધન્ય બની ગઈ હોવાનું જણાવ્યું હતું