Chhota Udepur
છોટાઉદેપુર જિલ્લા પોલીવડા ધર્મેન્દ્ર શર્મા ની સી.આઇ.ડી.એસ.પી તરીકે બદલી થતા વિદાય સમારંભ
પ્રતિનિધિ, કાજર બારીયા(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર જિલ્લા પોલીસવડા ધર્મેન્દ્ર શર્માની ગાંધીનગર ખાતે બદલી થતા આજ રોજ જિલ્લા પોલીસ કચેરી ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો ત્યારે ધર્મેન્દ્ર શર્મા ની વિદાયમાં જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ ઇન્ચાર્જ પ્રાંત અધિકારી તથા અરવલ્લીના કલેકટર અને તેમની ધર્મ પત્ની, જિલ્લા અધિક્ષકના માતા પિતા વિદાય સમારંભ માં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે ત્રણ વર્ષ દરમિયાન નિષ્ઠા પૂર્વક જે કામગીરી દરમિયાન ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક સૂર્યવંશી એ પોતાના વક્તવ્ય રજૂ કર્યા હતા અને ત્યારબાદ એસ.સી.એસ ટી શાખાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડી કે રાઠોડ અને એસ.ઓ.જી ના જેપી મેવાડા અને પીઆઇ પરમાર તથા સાઇબર ક્રાઇમ ના પીઆઇ કામલીયાએ પોતાના મંતવ્ય રજૂ કર્યાં હતા કે જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા ની સાથે કામ કરી હમને ઘણું બધું માર્ગદર્શન મળ્યું છે.
પોતાના મંતવ્ય રજૂ કરતા પોતાની આંખો ભીની થઇ હતી જ્યારે સરળ સ્વભાવના બોસ અમને મળ્યા હતા ત્યારે નાનામાં નાના પોલીસ અધિકારી ઓનું ધ્યાન રાખ્યું હતું ત્યારે આવા બાહોશ અને નિડર અધિકારીઓ ખૂબ જ ઓછા મળે છે. તેમ કહી બોસ નો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે પોલીસ જવાનોએ પણ સાયરી ના રૂપ માં પોલીસ અધિક્ષકને વિદાય આપી હતી ફરજ માં હાજર થયા કે દરમિયાન જ કેટલીક જવાબદારીઓ માથે આવી પડી હતી પરંતુ પોલીસ જિલ્લા અધિક્ષકે આસાનીથી નિરાકરણ લાવીને લોકો ને રાહત અપાવી હતી ત્યારે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પગ મુકાય એવી પરિસ્થિતિ ન હતી પરંતુ પોલીસ અધિક્ષકે આજે પોતાની ગાડી પણ હંકારી શકાય તેવું ડેવલોપ કરી દીધું છે. ત્યારે વિદાય સમારંભ વસ્તી ધરાવતા અધિકારીઓની આંખો ભીની થઈ હતી. વિદાય સમારંભ માં જિલ્લાના ૧૧ પોલીસ સ્ટેશન મથક ના પીએસઆઇ પણ ઉપસ્થિત રહ્યા હતા.