Connect with us

Gujarat

મહુધા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા P.I નો વિદાય સમારોહ યોજાયો

Published

on

farewell-ceremony-of-serving-p-i-was-held-at-mahudha-police-station

પ્રતિનિધિ રઈશ મલેક મહુધા

મહુધા પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારોહ કાર્યક્રમમાં પીઆઇ કે.એસ.દવે અને P.s.i વાધેલા સહિત અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા મહુધા પોલીસ સ્ટેશન ખાતે ઉજવાયેલા આ કાર્યક્રમમાં P.i કે.એસ.દવે નાઓનુ ફુલહાર કરી અને સાલ ઓઢાડીને વિદાય કરવામાં આવ્યા હતા વિદાય સમારોહ કાર્યક્રમમાં P.i દ્વારા જણાવ્યું હતું કે લોકભાગીદારી થી મહુધા ખાતે C.C.TV કેમેરા નાખવામાં આવ્યા છે તે C.C.TV કેમેરાની મદદથી કેટલાક ગુનાઓ ઉકેલવા માટે પણ મદદરૂપ બન્યા છે વધુમાં હતું કે પોલીસ સ્ટેશન માટે જમીન સંપાદન થાય તે માટે પણ સતત પ્રયત્ન કર્યા છે

Advertisement

farewell-ceremony-of-serving-p-i-was-held-at-mahudha-police-station
કર્મચારીઓ હંમેશા કલ્યાણ થાય અને તેમના માટે વધુ સારું કરી શકુ તેવું ધણી વખત વિચારતો રહું છું અને નિવૃત્ત થાય ત્યાં સુધી ધણી બધી બદલી પણ આવે અને બઢતી પણ આવે થોડીવાર ચડાવ આવે અને ઉતાર પણ આવે તો આ એક સરળ પ્રક્રિયા છે કર્મચારીઓનાં સહકારથી અને કામગીરી ની સ્ફુર્તિ હતી એના માટે મહુધામાં પોલીસ સ્ટેશન સારી રીતે ચલાવી શકાય તેવાં પ્રયત્ન કર્યા છે આ વિદાય સમારોહ કાર્યક્રમમાં મહુધા P.i વાધેલા,મહુધા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકો આભાર વ્યક્ત કર્યો હતો સાથોસાથ પોલીસ ની ગાડીને પણ શણગારવામાં આવી હતી આ રીતે ખૂબ જ સુંદર રીતે મહુધા નાં P.i કે.એસ.દવે નાઓને વિદાય આપવામાં આવી હતી

error: Content is protected !!