Connect with us

Gujarat

હવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકોનો વિદાય સમારંભ યોજાયો.

Published

on

વિદાયની વેળા ખરેખર વસમી હોય છે,જેની અનુભૂતિ હવેલી પ્રાથમિક શાળા ખાતેના શિક્ષકઓના વિદાય સમારંભમાં જોવા મળી.જાબુઘોડા તાલુકાની હવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગીતાબેન મોઢીયા અને દિપાલીબેન સાંકલાની અન્ય શાળામાં બદલી થતાં તેઓનો વિદાય સમારંભ અત્રેની હવેલી પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવ્યો હતો.વિદાય સમારંભમાં હવેલી ગામ પંચાયતનાં સરપંચ જ્યોત્સનાબહેન બારીઆ,એસ.એમ.સી.ના સભ્યઓ,મ.ભો.યો.નો સ્ટાફ,વાલીઓ, અન્ય શાળાઓમાંથી ઉપસ્થિત રહેલા શિક્ષકઓ,તથા અતિથિ વિશેષ તરીકે જાંબુઘોડા તાલુકાના તાલુકા કેળવણી નિરીક્ષક, બીઆરસી કો. ઓર્ડીનેટર, તાલુકા શિક્ષક ઘટકસંઘ અને તાલુકા શૈક્ષિક સંઘના પ્રમુખ તેમજ શાળાનાં બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વિદાય સમારંભમાં સૌના માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.વિદાય લઈ રહેલા શિક્ષિકાબ્હેનોને ઉપસ્થિત સૌ કોઈ નાળિયેર અને કેટલીક ભેટ સોગાદો આપી હતી.હવેલી પ્રા.શાળાના સૌ શિક્ષકો મળીને યાદગીરી રૂપે ગીતાબેનને ચાંદીની પણ મૂર્તિ આપી હતી.વિદાય લઈ રહેલા શિક્ષિકાબ્હેનોએ પણ શાળાને ઉપયોગી કેટલીક વસ્તુઓ આપી હતી.ભેટ સોગાદોની આપ લે વખતે સૌ કોઈનાં હૃદય લાગણીઓથી ભીંજાયા હતા.કેટલાક શિક્ષકો અને શાળાનાં બાળકો ચોધાર આંસુએ રડી રહ્યા હતા.વિદાય લઈ રહેલા શિક્ષિકા બહેનોએ પણ એટલા જ ભાવુક હતા.વિદાય સમારંભના અંતે હવેલી પ્રાથમિક શાળાના આચાર્ય દિલિપભાઈ ગામીત સૌનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ થયેલ જાહેર કરવામાં આવ્યો હતો.

Advertisement

Continue Reading
Advertisement
error: Content is protected !!