Gujarat
કમોસમી વરસાદ ની આગાહી થી ખેડૂતો ચિંતિત
(સુરેન્દ્ર શાહ દ્વારા)
કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત વેસ્ટન ડીસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલ ટ્રફ ની અસરથી આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવશે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત તથા સરહદી વિસ્તારો સહિત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પાંચ માર્ચથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી જેને લઈને ખેડૂતોના જણાવ્યા મુજબ હાલમાં રવિ પાક તૈયાર થઈ ગયો છે. વરસાદ થાય તો ઘઉં જીરું ચણા સહિતના પાકને મોટું નુકસાન થાય તથા ઘણા ખરા ખેડૂતોએ પોતાના પાકને લણવા માંડ્યો છે અને ખેતરમાં ખુલ્લો પડ્યો છે.
જો વરસાદ પડે તો તૈયાર પાકને ભારે નુકસાન થાય આ ઉપરાંત પશુઓ માટે આખા વર્ષનો ઘાસચારો ખેડૂતોએ ખુલ્લામાં ભરીને રાખ્યો છે વરસાદને લઈને ઘાસચારો પલડી ને ખરાબ થઈ જાય તો આખું વર્ષ પશુઓને ભૂખે મરવાનો વારો આવે હાલમાં પાણીની તંગી હોવાથી ચારો વાવી શકાય તેમ નથી આ ઉપરાંત માર્કેટ યાર્ડમાંથી ખેડૂતોને કડક સુચના આપવામાં આવી છે કે તૈયાર માલ વેચવા માટે માર્કેટ યાર્ડમાં આવો તો વરસાદમાં માલ પલળે ના તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરીને માર્કેટયાર્ડમાં તૈયાર માલ લઈને આવવું જ્યારે એક ખેડૂતના જણાવ્યા મુજબ આ વર્ષે ખેડૂતોને ચારે બાજુથી માત્ર ને માત્ર માર જ પડ્યો છે જેનો પાક વધુ થયો તેના ભાવ ઓછા આવ્યા હવે તૈયાર પાક વરસાદમાં પલળેતો ખેડૂતોને માથે હાથ મૂકીને રડવાનો વારો આવે સરકાર ખેડૂતો તરફ ધ્યાન આપતી જ નથી અને આપવાની પણ નથી સરકાર દ્વારા રાહત આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવશે