Connect with us

Gujarat

ખાતર માટે બૂમો પાડતા ખેડુતો, વિતરકો તથા ખાતર ઉત્પાદકો જોગ સંદેશ

Published

on

હાલમાં ચાલુ ખરીફ-૨૦૨૪ સિઝનમાં સંયુક્ત ખેતી નિયામક (વિ.) વડોદરા વિભાગ હેઠળના  વડોદરા, છોટાદેપુર, ભરુચ, નર્મદા, પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લ્લામાં સબસીડાઇઝ રાસાયણીક ખાતર ખાસ કરીને નિમ કોટેડ યુરીયાની ખેડુતોમાં વધુ માંગ રહે છે. જે માટે અત્રેથી તમામ ખાતર ઉત્પાદક કંપનીના પ્રતિનિધીઓ ,ગુજરાત એગ્રો અને ગુજકોમાસોલના પ્રતિનિધીઓ સાથે મીટીંગ કરી ખરીફ ઋતુમાં થયેલ વાવેતરની સાપેક્ષમાં જરુરીયાત મુજબનો જથ્થો અંતરીયાળ ગામો સહીતના તમામ ખેડુતોને સમયસર પુરતો જથ્થો નિયત ભાવે મળી રહે તેવુ આયોજન કરવામાં આવ્યો છે.

તા.૨૨.૮.૨૦૨૪ની સ્થિતિએ જિલ્લાવાર વડોદરા જિલ્લામાં ૨૫૦૦ મે.ટન, છોટાઉદેપુર જિલ્લામાં ૩૫૬૧ મે.ટન, ભરુચ જિલ્લામાં ૪૫૭૭.૨૭૫ મે.ટન,નર્મદા જિલ્લામાં ૧૧૩૮.૪૦૪ મે.ટન,પંચમહાલ જિલ્લામાં ૫૮૧૧.૮૪૫ મે.ટન, મહીસાગર જિલ્લામાં ૨૦૨૧ મે.ટન,દાહોદ જિલ્લામાં ૧૮૩૩.૬૫ મે.ટન યુરીયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે. અને આગામી બે દીવસમાં વડોદરામાં ઇફ્કો અને ક્રિભકો ખાતરની બે રેકનું આયોજન છે.

Advertisement

જેમાથી વડોદરા જિલ્લાને અંદાજીત ૨૦૦૦ મે.ટન અને છોટાઉદેપુર જિલ્લાને અંદાજિત  ૧૫૦૦ મે.ટન યુરીયા આપવાનુ આયોજન છે.

જેથી તમામ ખેડુત સમુદાયને  જણાવવાનું કે યુરીયા ખાતરનો બિનજરુરી સંગ્રહ ન કરી જરુરીયાત મુજબ જ કાર્યક્ષમ ઉપયોગ થાય તે મુજબ ખરીદી કરવા અનુરોધ કરવામાં આવે છે.

Advertisement

ચાલુ વર્ષે આત્મનિભર કૃષિ અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સ્વદેશી અને બિનસબસીડીવાળુ નેનો યુરીયા પ્રવાહી ખાતર ગુજરાત સરકારના કૃષિવિભાગના ખેતી નિયામક ,કૃષિભવન દ્વારા નેનો યુરીયા પ્રવાહી ખાતરમાં ૫૦% સહાયથી વિતરણ કરવાની યોજના અમલમાં  છે. જેનો ખેડુતોને મહતમ લાભ લેવા વિનંતી છે.

ઇફ્કો દ્વારા મળેલ માહીતી મુજબ નેનો યુરીયાના ઉપયોગથી પાકની ગુણવતા અને ઉત્પાદન વધે છે, નિમ કોટેડ દાણાદાર યુરીયા કરતા સસ્તુ છે. જે જમીન, હવા અને પાણીનું પ્રદુષણ ધટાડી  જિવાત અને રોગના ઉપદ્રવને પણ ધટાડે છે. જૈવ-સલામત અને પર્યાવરણ માટે મૈત્રીપુર્ણ છે તેમજ સંગ્રહ અને પરીવહનમાં સરળ છે.

Advertisement

આ વિગતોને ધ્યાને લઈ તમામ ખેડુત સમુદાયને જણાવવાનું કે તમારા ખેતરના ખરીફ ઋતુના ઉભા પાકમાં નાઇટ્રોજન પુર્તી ખાતરનો એક ડોઝ નેનો યુરીયા થકી આપવા અનુરોધ છે.

ખાતર વિતરકોને જણાવવાનું કે નેનો યુરીયા પ્રવાહી ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થઇ શકે તેવી સંપુર્ણ માહીતી જેવી કે છંટ્કાવ નો ડોઝ,સમય, પાક અવસ્થા વગેરેની ખેડુતોને  આપવા અનુરોધ છે.

Advertisement

ખાતર ઉત્પાદક કંપનીઓને જણાવવાનું કે નેનો યુરીયા પ્રવાહી ખાતર લક્ષાંકની મર્યાદામાં જ ખાતર વિતરકોને આપવામાં આવે તથા નેનો યુરીયા પ્રવાહી ખાતરના કાર્યક્ષમ ઉપયોગ કરવા માટેના ખેડુતોને વિતરણ કરવાની માહીતી,ફોલ્ડર ખાતર વિતરકોને પુરી પાડવા કે ડીસ્પ્લે બોર્ડ તૈયાર કરવા અનુરોધ છે.તેમજ ખેડુતો કે ખાતર વિતરકોની માંગણી ન હોય તેવા અન્ય ઇનપુટ્સ કે જેનાથી ખેડુતો અને વિતરકોનો આર્થિક બોજ વધે એવા અન્ય ઇનપુટ્સ ફરજીયાતપણે ન આપવા જણાવાવામાં આવે છે.

આ બાબતે વધુ વિગતો મેળવવા જે તે જિલ્લા/તાલુકાના ગુણવતા નિયંત્રણ હેઠળના નાયબ ખેતી નિયામક (વિ.)/મદદનીશ ખેતી નિયામક (ગુ.નિ)/ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા અનુરોધ  કરવામાં આવ્યો છે.

Advertisement

 

વડોદરા વિભાગ હેઠળના સાત જિલ્લાઓમાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

Advertisement

*****************************

આગામી બે દિવસમાં વડોદરા જિલ્લાને અંદાજે ૨૦૦૦ મે.ટન અને છોટાઉદેપુર જિલ્લાને અંદાજિત  ૧૫૦૦ મે.ટન યુરીયા આપવાનુ આયોજન

Advertisement

************************

ખેડૂતોને  યુરીયા ખાતરનો બિનજરુરી સંગ્રહ ન કરી જરુરીયાત મુજબ જ કાર્યક્ષમ ઉપયોગ થાય તે મુજબ ખરીદી કરવા અનુરોધ

Advertisement

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!