Connect with us

Gujarat

વરસાદથી ખેડૂતોમાં ખુશહાલી: વડોદરા જિલ્લામાં ૮૧૧૨૯ હેક્ટરમાં ખેડૂતોએ કરી વાવણી

Published

on

 

જિલ્લામાં ખરીફ પાકની વાવણીમાં ગત વર્ષની સરખામણીએ ૬૨.૪૧ ટકાનો વધારો

Advertisement

આકાશમાંથી વરસી રહેલ અમૃત વર્ષાથી ખેડૂતોમાં એક હાશકારો જોવા મળી રહ્યો છે. ધરતીપુત્રોએ અમૃત સ્વરૂપ વરસાદને વધાવતા બીજ વાવીને અન્ન સ્વરૂપ આપવા માટે સખત મહેનત કરી રહ્યા છે. ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી નીતિન વસાવાના જણાવ્યા અનુસાર વડોદરા જિલ્લામાં ખરીફ ઋતુમાં અત્યાર સુધીમાં ૮૧૧૨૯ હેક્ટર ખેત વિસ્તારમાં વાવણી પૂર્ણ થઈ ચૂકી છે.  જિલ્લામાં ખરીફ પાકની વાવણીમાં ગત વર્ષની સરખામણીએ ૬૨.૪૧ ટકાનો વધારો પણ જોવા મળ્યો છે.

વધુમાં ઉમેરતાં જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે વડોદરા જિલ્લામાં કુલ ૮૧૧૨૯ હેક્ટર જમીનમાં થયેલા ખરીફ પાકના વાવેતરમાં સૌથી વધુ ૬૯૩૧૭ હેક્ટર જમીનમાં કપાસ વાવવામાં આવ્યો છે. એ બાદ ૬૯૯૩ હેક્ટર જમીનમાં ઘાસચારાનું વાવેતર થયું છે. ૭૨૦૪ હેક્ટરમાં શાકભાજી, ૧૫૮ હેક્ટરમાં ડાંગર, ૪૦૪૮ હેક્ટર જમીનમાં સોયાબીન, ૨૧૯૪ હેક્ટરમાં તુવેર, ૧૭૮ હેક્ટરમાં કેળ, ૨૧ હેક્ટરમાં મગફળી અને ૬ હેક્ટરમાં મકાઈની વાવણી થઇ છે.

Advertisement

આ સાથે તાલુકા પ્રમાણે ખરીફ પાકનો વાવેતર વિસ્તાર જોઇએ તો ડભોઇમાં ૧૫૮૩૨, ડેસરમાં ૪૫૮૩, કરજણમાં ૨૧૦૧૧, પાદરામાં ૧૧૭૮૯, સાવલીમાં ૯૩૮૫, શિનોરમાં ૯૮૬૬, વડોદરા તાલુકામાં ૪૮૫૨ અને વાઘોડિયામાં ૩૮૧૧ હેક્ટર જમીનમાં વાવણી થઇ ચૂકી છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી નીતિન વસાવા એ જણાવ્યું છે.

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!