Gujarat

પાક ના પોષણક્ષમ ભાવ ના મળતા ખેડૂતો રોયા

Published

on

સુરેન્દ્ર શાહ દ્વારા”અવધ એક્સપ્રેસ”

કપાસ, લસણ, ટામેટા બાદ હવે ગરીબની કસ્તુરી એવી ડુંગળી અને બટાકાના ભાવ તળીયે જતા ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે આ વર્ષે ડુંગળીનું તથા બટાકાનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થયું છે ગુજરાત સાથે રાજસ્થાન, એમપી, યુપી, દિલ્હી તથા બંગાળ રાજ્યમાં વાતાવરણ અને વરસાદ બંને અનુકૂળ હોવાથી બટાકા અને ડુંગળીનો પાક ખૂબ જ સારા પ્રમાણમાં ઉતર્યો છે ઉપરોક્ત બંને પાકના તૈયાર માલ ખરીદનાર મળતા નથી ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીના ટ્રેક્ટર તથા અન્ય વાહનો મળી અંદાજે 5000 વાહનોનો જમેલો થતા વધુ વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો

Advertisement

ડુંગળીનું વેચાણ પાણીના ભાવે થતાં ખેડૂતો દ્વારા પોતાના તૈયાર પાકમાં ટ્રેક્ટર ફેરવી ડુંગળી નો નાશ કરે છે આવા ખેડૂતોના જણાવ્યા મુજબ એક વીઘામાં ડુંગળીનું ઉત્પાદન કરવું હોય તો ખાતર, પાણી, બિયારણ, મજૂરી, વીજળી બિલ આ બધું મળી કુલ 40,000 નો ખર્ચ થાય છે અને સામે એક વીઘા માં ઉત્પન્ન થયેલી ડુંગળીની કિંમત છ થી સાત હજાર રૂપિયા મળે છે મતલબ ખેડૂતને એક વીઘા માં ડુંગળીના પાક માટેનો કરવામાં આવેલો ખર્ચ માથે પડે છે અને ૩૪ થી ૩૫ હજાર રૂપિયાનો ઘાટો થાય છે

આ સરકાર દ્વારા ખેડૂતો માટે સહાય કરવી જોઈએ તથા સરકારના કૃષિ વિભાગ પાસે પ્રતિ વર્ષે કયા પાકનું કેટલા હેક્ટરમાં વાવેતર થયું છે તેની વિગતો હોય છે તેનો અભ્યાસ કરી કૃષિ વિભાગના માણસોએ ખેડૂતોને સમજ આપવી જોઈએ કે સો ટકા ને બદલે 50 50% પાકનો વાવેતર કરો જેથી કરીને તમને બંને પાકમાંથી પાકના ઉતારા પ્રમાણે વળતર મળે પરંતુ કૃષિ વિભાગ દ્વારા આવી કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી કૃષિ વિભાગની કે સરકારની પોષણ ક્ષમ ભાવ માટેની વાતો માત્ર કાગળ પર જ રહે છે

Advertisement

એકસીજન માં ધરતી પુત્રોએ લસણ, કપાસ, ટામેટા, ડુંગળી અને બટાકા નો ભાવ ન મળતા નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે જ્યારે એક માર્કેટ યાર્ડના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું હતું તે ડુંગળી રાખવા માટે કોઈ સ્ટોરેજની વ્યવસ્થા હોતી નથી પરિણામે ડુંગળીનો તાત્કાલિક નિકાલ કરવો પડતો હોય છે આટલા મોટા પ્રમાણમાં થયેલા ઉત્પાદન બાદ ડુંગળીને સ્ટોરેજ ક્યા કરવી એ માથાના દુખાવા સમાન છે જોકે બટાકા કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાય છે અને વગવાલા તથા સધ્ધર ખેડૂતો બટાકાને કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરીને અછત હોય ત્યારે વેચીને પૈસા ઊભા કરે છે માર્કેટ યાર્ડ અને જથ્થાબંધ માલ ખરીદનાર વેપારીઓ દ્વારા ખેડૂતોનું શોષણ કરવામાં આવે છે ખેડૂતોનું દર્દ સરકાર સાંભળશે ખરા

  • ગરીબની કસ્તુરી એવી ડુંગળી અને બટાકાના ભાવ તળીયે જતા ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો
  • ઉભા પાક માં ખેડૂતોએ ટ્રેક્ટર ફેરવી ડુંગરીનો નાશ કર્યો
  • માર્કેટ યાર્ડ અને જથ્થાબંધ માલ ખરીદનાર વેપારીઓ ખેડૂતો નું શોષણ કરેછે
  • અછત ના સમયે 100 કિલો વેચાતી ડુંગળી આજે પાણીની બોટલ કરતાં પણ સસ્તી
  • ખેતી પ્રધાન દેશ માં કૃષિ વિભાગ નિષ્ક્રિય

Trending

Exit mobile version