Panchmahal
પંચમહાલ ના ખેડૂતો રોકડિયા પાક ને લઈને આર્થિક સધ્ધર થયા
સુરેન્દ્ર શાહ
કુદરતની અવળચંડાઈ કે સરકારની અનઆવડત અને કંટ્રોલના અભાવને લઈને ખેડૂતો હવે ધાનની ખેતી કરવાને બદલે રોકડિયા પાકની ખેતી કરવા માટે તૈયાર થયા છે અને આ આવી રોકડિયા ખેતી માં ખેડૂતો બે પૈસાની કમાણી કરતા થયા છે જોકે જે જમીનમાં આજ દિનસુધી ધાન પકાવતા હતા તે જમીનમાં રોકડિયા પાકની ખેતી થતા ઉત્પાદન ઘટ્યું અને સામે વસ્તી વધારાને લઈને ધાન ની માગ વધતા ભાવો આસમાને પહોંચ્યા છે રોકડિયા પાકને લઈને ખેતીનો જીવતો જાગતો દાખલો હાલોલ તાલુકાના પાવાગઢ નજીકના નવા ગામના ખેડૂતનો છે જે આજ દિન સુધી પરંપરાગત ધાનની ખેતી કરતા હતા તેમાં બિયારણ ખાતર દવા પાણી વગેરેનો જે ખર્ચ થતો હતો તથા પોતાની મજૂરીનો હિસાબ કરતા તેઓના હાથમાં કંઈ જ બચતું ન હતું. તદુપરાંત તેમને આ ખેતીમાં નુકસાન જતું હતું
નવાગામના યુવાન રમેશ ભાઈ રાઠવા દ્વારા પોતાની અઢી વીઘા જમીનમાં ગુલાબના ફૂલ રોપ્યા તો તેઓ આજે વર્ષે દહાડે 80,000 ના ખર્ચ પાછળ વર્ષે અઢી લાખ રૂપિયા ની આવક કરે છે પરંપરાગત ખેતી કરતા હતા ત્યારે ખાતર દવા પાણી વગેરેના ખર્ચ સાથે ભૂંડો અને પશુઓનો ત્રાસ તેઓને સાચવવા માટે રાત્રિના ઉજાગરા વેઠવા પડતા હતા. જ્યારે ફૂલની ખેતીમાં પ્રતિદિન 700 ની ચોખ્ખી આવક થાય છે આજે ગુલાબના ફૂલનો ભાવ પ્રતિ કિલોએ 40 થી 50 રૂપિયાનો છે અને છૂટક વેચાણ કરીએ તો એક કિલો 100 પણ મળે છે મેં શરૂઆતમાં 2500 ગુલાબના છોડ રોપ્યા હતા અને 30 દિવસમાં છોડ પર ફુલ આવી જાય છે ધાનની ખેતીમાં 90 દિવસની પ્રતીક્ષા કરવી પડે છે અને કુદરત વંકાય તો હાથમાં કશું ના આવે દવા પાણીનો ખર્ચ પણ માથે પડે જ્યારે રોકડિયા ખેતીમાં ફૂલનું વેચાણ થયા બાદ તેની પાંખડીઓનું પણ વેચાણ થાય છે અને સારો ભાવ મળે છે