Gujarat
પંચમહાલ જિલ્લાના ખેડૂતો જોગ આઇ-ખેડૂત પોર્ટલ થકી ડ્રોનથી છંટકાવ માટે અરજીઓ મંગાવી
રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવ્યુ છે. કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન) નો ઉપયોગ (૧૦૦% રાજય પુરસ્કૃત) યોજના અંતર્ગત આઇ-ખેડૂત પોર્ટલ ઉપર ડ્રોનથી છંટકાવ ઘટક પર સહાય યોજના માટે પંચમહાલ જિલ્લાના ખેડૂતો અરજી કરી શકશે.
ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન) યોજના હેઠળ પાક સંરક્ષણ રસાયણ/નેનો યુરીયા/એફસીઓ માન્ય પ્રવાહી ખાતર/જૈવિક ખાતર છંટકાવનો ડ્રોનથી છંટકાવ માટે લાભ મળી રહે તે આશયથી સરકારશ્રી દ્વારા સને ૨૦૨૪-૨૫ માટે આઇ-ખેડૂત પોર્ટલ તા.૦૩/૦૭/૨૦૨૪ થી ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે.
પંચમહાલ જિલ્લાના ખેડૂતોએ આ ઘટકમાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરીને અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે. પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજો સબંધિત કચેરીએ મોકલવાના રહેશે. આ અંગે વધુ જાણકારી માટે ખેડૂતો પોતાના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી / ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક / જિલ્લા ખેતીવાડી અધિકારી જી.પંચમહાલ- ગોધરાનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પંચમહાલ ગોધરાએ એક યાદીમાં જણાવ્યું છે.