Connect with us

Chhota Udepur

પાવીજેતપુર પંથક ના ખેડુતોને સરકારે છેતર્યા કડકડતી ઠંડી માં જીવ ના જોખમે પિયત કરવા મજબૂર

Published

on

farmers-of-pavijetpur-panthak-were-cheated-by-the-government-and-forced-to-drink-water-at-the-risk-of-life-in-severe-cold

પ્રતિનિધિ, કાજર બારીયા

કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને ખેતી માટે દિવસે આઠ કલાક વીજળી આપવાનું સરકારે જાહેર કર્યું હતું. પરંતુ જેતપુરપાવી તાલુકાના કદવાલ,ભીખાપુરા પંથકના ખેડૂતોને દિવસે વીજ પુરવઠો નહીં મળતા ખેડૂતોમાં વ્યાપક રોષની લાગણી જોવા મળી રહી છે. ખેડૂતોને રાત્રિના ઉજાગરા ન કરવા પડે તે માટે સરકારે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરી છે. પરંતુ જંગલ વિસ્તાર માં આવતા જેતપુરપાવી માં રાત્રે વીજળી આપવામાં આવતા ખેડૂતોને શિયાળાની કક્કડતી ઠંડીમાં ઉજાગરા કરીને રવિ પાકોને પિયત કરવું પડી રહ્યું છે. જેથી ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં કેટલાક રવિ પાકોને ઓછું પાણી આપવાનું હોવાથી રાત્રે અંધારામાં પિયત કરવું ખૂબ મુશ્કેલ બને છે. ત્યારે કદવાલ અને ભીખાપુરા પંથકના ઘણા ગામોમાં દિવસના બદલે રાત્રે વીજળી આપવામાં આવી રહી છે. ત્યારે ખેડૂતોને રાત્રિના અંધારામાં આ પાકોમાં પિયત કરવું ખૂબ મુશ્કેલ બને છે. એક બાજુ કક્કડતી ઠંડીમાં ખેડૂતો રાત્રે ખેતરોમાં તાપણાંના સહારે સિંચાઈ કરી રહ્યા છે. તેવામાં રાત્રિના અંધારામાં પાકમાં જરૂર કરતાં વધારે પાણી ક્યારામાં ભરાઈ જાય તો પાકને નુકસાન થાય છે. એટલે ઠંડીમાં ઠુંઠવાતાં ખેડૂતોએ કરેલા ઉજાગરા પણ માથે પડે છે.

Advertisement

farmers-of-pavijetpur-panthak-were-cheated-by-the-government-and-forced-to-drink-water-at-the-risk-of-life-in-severe-cold

ત્યારે રવિ પાકોના સિંચાઈ માટે રાત્રિના બદલે દિવસે વીજળી આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે. કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂત બમણી આવક મેળવશે, વધુ સમૃદ્ધ બનશે. ખેડૂતોને દિવસે વીજળી મળતા હવે હેરાન નહીં થવુ પડે. ખેડૂત રાત્રે વિશ્રામ અને દિવસે કામ થકી વધુ સમૃદ્ધ બનશે તેમ ભાર પૂર્વક જણાવ્યું હતું ત્યારે હાલ અગમ્ય કારણોસર ખેતી માટે દિવસના બદલે રાત્રે ખેડૂતોને વીજળી આપવામાં આવતા ખેડૂતોમાં કિસાન સૂર્યોદય યોજનાનું બાળ મરણ થયું હોવાનો અહેસાસ અનુભવી રહ્યા છે. કદવાલ ગામના એક ખેડૂતે જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી સુધી દિવસે વીજળી મળતી હતી પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ કદવાલ અને ભીખાપુરા વિસ્તારના ગામોમાં દિવસના બદલે રાત્રે સિંચાઈ માટે વીજળી આપવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતોને કક્કડતી ઠંડીમાં પિયત કરવું પડે છે. ત્યારે રાત્રિના બદલે દિવસે વીજળી આપવી જોઈએ તેવી રજૂઆત સરપંચોએ છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાને પણ મૌખિક રજૂઆત કરવામાં આવી છે

બૉક્સ-રાત્રે ખેતરમાં પિયત કરતી વખતે ઝેરી જીવજંતુ કરડવાનો ભય સતાવે છે. ત્યારે હમણાં જ રાસપુર ગામે રહેતાં ગોરધનભાઇ સાભભાઈને રાત્રિના સમયે ખેતરમાં કામ કરતી વેળાએ ભૂંડે હુમલો કર્યો હતો અને તેમનું મોત નીપજ્યું હતું. શિયાળાની ઠંડીમાં આવા હિંસક પ્રાણીઓ આવતાં હોય છે. ત્યારે ઉભા પાકમાં ખેતરોમાં રાત્રે પિયત કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલે ખેડૂતોને રાહત રહે તે માટે રાત્રિના બદલે દિવસે વીજળી આપવામાં આવે તેવી અમારી માંગ છે. (પાની ગામનાં સરપંચ- નાયક સુમનભાઈ)

Advertisement

farmers-of-pavijetpur-panthak-were-cheated-by-the-government-and-forced-to-drink-water-at-the-risk-of-life-in-severe-cold

બૉક્સ-સૂર્યોદય યોજના અંતર્ગત રાત્રિના બદલે દિવસે વીજળી મળે તેવી માંગ પંથકના ખેડૂતોની છે. ત્યારે કંડા ગામના સરપંચ અવધ એક્સપ્રેસ સાથે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે ખેડૂતોને રાત્રિ દરમિયાન મળતી લાઈટમાં ખેડૂતો મોટાભાગે ખેતરમાં જવાનુ ટાળતા હોય છે. એટલે જોઈએ એવું ઉત્પાદન મેળવી શકતા નથી મોટાભાગે રાત્રે મળતી વીજળી બિન ઉપયોગી સાબિત થઈ રહી છે. તેમને જણાવ્યું હતું કે રાત્રે રીંછ ભૂંડ દીપડો જેવા હિંસક જાનવરનો ડર રહેતો હોઈ છે. ત્યારે રાત્રે મળતી વીજળી દરમિયાન ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. (કંડા ગામનાં સરપંચ -પ્રતાપભાઈ રાઠવા)

  • જેતપુરપાવી તાલુકાનાં ખેડૂતોને દિવસે વીજળી ન મળતા ખેડૂતો રાત્રે પિયત કરવા મજબુર
  • કદવાલ, રાસપુર, ભીખાપુરા, પાની માઇન્સ, કંડા સહિત ગામનાં ખેડુતોની સમસ્યા ધારાસભ્ય સુધી પહોંચી
  • વિધાનસભાની ચૂંટણી સુધી દિવસે વીજળી મળતી હતી પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ વીજળી રાત્રે થઈ ગઈ
  • રાત્રે વીજળી આવતી હોવાથી કડ કડતી ઠંડી અને જંગલી જાનવરો ના ભય વચ્ચે ખેડૂતોને રાત્રે પાણી મૂકવા જવુ પડે છે
  • અંધારપટ ના કારણે રાત્રે રિછ, દીપડો, ભૂંડ જેવા હિંસક જનાવરોના ડરના કારણે ઉત્પાદન મેળવી શકતાં નથી
  • વડાપ્રધાનનું ખેતીમાં બમણાં ઉત્પાદનનું સપનું આમ જ ચાલસે તો કેવી રીતે સાકાર થશે ?
  • રાત્રિના બદલે દિવસે વીજળી આપવામાં આવે તેવી રજૂઆત સરપંચોએ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાને કરી
error: Content is protected !!