Connect with us

Gujarat

સાવલી પંથક માં કે.વાય.સી ની મોંકાણ પીએમ કિસાન સહાય મેળવવા ખેડુતોના ધક્કા

Published

on

(સાવલી તા.૨૩)

સાવલી તાલુકામાં પીએમ કિસાન સહાય મેળવવા માટે તાલુકા જનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને પ્રક્રિયા સરળ થાય તેવી માંગ ઉઠી છે

Advertisement

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પહેલા રેશનકાર્ડ ની કેવાયસી કરવા માટે ની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ આશરે મહિનાના સમય બાદ જ પીએમ કિસાન સહાય મેળવવા માટે ખેડૂતોને એગ્રીસ્ટેક ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ ઉપર નોંધણી કરાવવી હોવાની જરૂરી જાહેરાત કરવામાં આવી છે તેના પગલે ખેડૂતોમાં ભારે દોડધામના દ્રશ્યો સર્જાયા છે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સહાય યોજના હેઠળ ₹2,000 નો હપ્તો ચૂકવાયેલ છે જે વર્ષ દરમિયાન 6,000 થી વધુ ની રકમ થવા પામે છે અને સાવલી તાલુકાના હજારો ખેડૂતોને એનો લાભ મળી રહ્યો છે પરંતુ તાજેતરમાં જ પીએમ કિસાન સહાય યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રી ફરજિયાત કરવામાં આવી છે અને તમામ ખેડૂતોની નોંધણી 25મી ડિસેમ્બર પહેલા પૂર્ણ થાય તો જ ડિસેમ્બર માસનો હપ્તો મળે તેવી ચર્ચા છે ત્યારે તાલુકાના કેટલાક અભણ અને અશિક્ષિત ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સાથે સાથે નોંધણીના પોર્ટલ પર છેલ્લા થોડા સમયથી ટેકનિકલ ખામી સર્જાતા નોંધણી થઈ શકતી નથી તેના કારણે પણ ખેડૂતોમાં ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો છે સામાન્ય રીતે પ્રજાજનોને પોતાની વિવિધ જરૂરિયાત અને સરકારી દાખલાઓ માટે લાભાર્થીઓને તકલીફ ના પડે તે માટે સિંગલ વિન્ડો સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે ત્યારે સરકાર દ્વારા સમય અંતરે આવા વિવિધ નુસખાઓ થી તાલુકા જનો ભારે પરેશાન થઈ ઉઠ્યા છે એક બાજુ બાળકોને શિષ્યવૃત્તિ મેળવવા માટે રેશનકાર્ડનો કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે બીજી બાજુ કિસાન હપ્તો મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રી ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે તાલુકાનો મોટાભાગનો વર્ગ સરકારી કચેરીઓ તેમજ ગ્રામ પંચાયતો અને વિવિધ કોમ્પ્યુટર સેન્ટરો પર ધરમ ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે ત્યારે આ પ્રકારની જાહેરાતો કરતા પહેલા પ્રજા હિત પહેલું વિચારાય તેવી માંગ ઉઠી છે

આ બાબતે વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડે જણાવ્યું હતું કે સરકાર પાસે પૈસા નથી અને યોજનાઓ અમલમાં મૂકે છે અને પૈસા ના આપવા માટે આ બધું કરે છે જો લાભાર્થીઓને લાભ જ આપવાનો હોય તો આ પ્રકારના ફરમાનો કરવાની ક્યાં જરૂર છે અને ખેડૂતોને 2000 નો હપ્તો મળવાનો છે અને 2000 ખર્ચો થાય છે સરકાર ખેડૂતો ને કિશન હપ્તો આપે છે તે સારી બાબત છે  તો એનો અર્થ શું અને આખો દિવસ બગડે છે અને લાઈનોમાં ઉભો રહે છે આના વિરોધમાં અમે સોમવારે સરકારની નીતિ નો વિરોધ કરવા અને પ્રજા હિત માટે અને પ્રક્રિયા સરળ કરવા માટે પ્રાંત ઓફિસરને આવેદનપત્ર પાઠવનાર છે

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!