Gujarat

બાગાયત ખાતાની સહાય યોજનામાં લાભ લેવા માંગતા ખેડૂતોએ અરજી કરવી

Published

on

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતાની યોજનાઓ અંતર્ગત બાગાયતી પાકના કલ્સ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા વ્યક્તિગત/ ખાનગી સંસ્થા/ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO/FPC)/ સહકારી સંસ્થાને માળખાકીય સુવિધા પૂરી પાડવા બાબત, રાજ્યમાં બાગાયતી પેદાશો માટે શીત સંગ્રહ (કોલ્ડ સ્ટોરેજ) ક્ષમતા વધારવા અંગેનો કાર્યક્રમ સહાય યોજના માટે તા. ૧૧/૧૦/૨૦૨૪ તેમજ બીજા અન્ય ઘટકોમાં સહાય મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in) ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.

જે ખેડૂતો બાગાયત ખાતાની સહાય યોજનામાં લાભ લેવા માંગતા હોય તેઓએ ઉપરોક્ત જણાવેલ સમયગાળા દરમિયાન ગામના ઈ-ગ્રામ કેન્દ્ર અથવા ખાનગી ઇન્ટરનેટ સોર્સ મારફત પોતાના ૮-અ, ૭ અને ૧૨ નકલ, આધારકાર્ડ તથા ચાલુ બેંક ખાતાની વિગત તેમજ જાતિના દાખલા (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટે) સાથે લઈ જઈને લાભ લેવા માંગતા ઘટક હેઠળ સમયસર અરજી કરવી તથા અરજી કર્યા બાદ દિન- ૭ માં અરજીની કોપી અને ઉપર જણાવેલ સાધનિક કાગળો નાયબ બાગાયત નિયામકની કચેરી (રાવપુરા પોલીસ સ્ટેશન પાછળ, વડોદરા, ફોન.નં. ૦૨૬૫-૨૪૨૯૧૫૩) એ રૂબરૂ અથવા ટપાલથી જમા કરાવવા માટે નાયબ બાગાયત નિયામક અધિકારી, વડોદરાની એક અખબાર યાદીમાં જણાવાયું છે.

Advertisement

 

Advertisement

Trending

Exit mobile version