Chhota Udepur

છોટાઉદેપુર જીલ્લાના ખનીજ અસરગ્રસ્ત ચાર તાલુકામાં ખેતી માટે કીટ- સહાય યોજના માટે ૨૨ સપ્ટેમ્બર સુધી ખેડૂતો ફોર્મ ભરી શકશે

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

(અવધ એક્સપ્રેસ)

Advertisement

જિલ્લા ખેતીવાડી અધિકારી, છોટાઉદેપુર તથા મદદનીશ ખેતી નિયામકની કચેરી, પેટા વિભાગ જબુગામ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન છોટાઉદેપુર દ્વારા જિલ્લાના સંખેડા, બોડેલી, જેતપુર-પાવી, છોટાઉદેપુર તાલુકામાં ખનીજ અસરગ્રસ્ત વિસ્તારના ગામોના ખેડૂતોને સંકલિત પોષણ /જીવાત વ્યવસ્થાપનને પ્રોત્સાહન / ઓર્ગેનિક ખાતર કીટ આપવાની યોજના, ખેડૂતોને પાક સંરક્ષણ માટે સ્પ્રે પમ્પ (બેટરી ઓપરેટેડ) આપવાની યોજનાનો લાભ લેવા માંગતા તમામ જાતિના ખેડુતોએ વહેલા તે પહેલાના ધોરણે તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી ખેતી અને ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક ખેતીને ખેડુત હોવા અંગેના પુરાવા જેમ કે ૧.) ૮-અ ની નકલ ૨.) ૭-૧૨ ની નકલ ૩.) આધારકાર્ડની નકલ મોડામાં મોડી તારીખ ૨૨-૦૯-૨૦૧૩ સુધીમાં જમા કરાવવાના રહેશે. જેમાં કીટ વિતરણ તાલુકાના લક્ષ્યાંકની મર્યાદાને ધ્યાને રાખીને વહેલા તે પહેલાના ધોરણે આ વિતરણ કરવામાં આવશે. કીટ વિતરણ જે તે તાલુકા કક્ષાએ કરવામાં આવશે

Advertisement

Trending

Exit mobile version