Chhota Udepur

ખેડૂતોને ખેતી થતી જમીન માટે ફેન્સીંગ બનાવવા સહાય આપવામાં આવશે

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

છોટાઉદેપુર જીલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવામાં આવનારી છે. આ યોજના હેઠળ ખેડૂત/ખેડૂતોએ જુથમાં ઓછામાં ઓછા ૨ (બે) હેક્ટર વિસ્તાર (કલસ્ટર) માટે નવી તારની વાડ બનાવવા, રનીંગ મીટર દીઠ રૂ.૨૦૦ અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે. આ માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર તા. ૧૨ ડીસેમ્બરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
ખેડૂત કે ખેડૂતોએ જુથ દ્વારા અરજી કર્યા બાદ દિન-૧૦માં ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે સાધનીક પુરાવા સાથે જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂ કરવાનું રહેશે.

Advertisement

ત્યારબાદ સ્થળ ચકાસણી કર્યા પછી પૂર્વ મંજુરી આપવામાં આવશે. આ માટે ઓનલાઈન અરજીની સહીવાળી નકલ થતા સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક, ૭/૧૨, ૮-અ ની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ, બેન્ક પાસબુકની નકલ/ રદ કરેલ ચેક, આધારકાર્ડની નકલ, કબુલાત નામું અને સ્વઘોષણા પત્રક, ડીમાર્કશન વાળો નકશો સાથે રાખવો અનિવાર્ય છે. તાર ફેન્સિંગ બનાવવાની સંપુર્ણ કામગીરી ત્રણ માસ સુધીમાં પૂર્ણ કરી જરૂરી દસ્તાવેજો સહીત કલેમ જમા કરાવવાનો રહેશે બાકીની પ્રક્રિયા કચેરી તરફથી બાદમાં કરવામાં આવશે. આ અંગેની માહિતી માટે જે-તે તાલુકા પંચાયત કચેરી કે ગ્રામસેવક તથા વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરવો.

Advertisement

Trending

Exit mobile version