Sports
એક જ મેચમાં ફટકારી સૌથી ઝડપી સદી અને અડધી સદી, આ ખેલાડીઓએ તોડ્યા રોહિત-યુવરાજના મોટા રેકોર્ડ
હાલમાં, એશિયન ગેમ્સ 2023માં નેપાળ અને મંગોલિયા વચ્ચે T20I મેચ રમાઈ રહી છે. આ મેચમાં મોંગોલિયન ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે ખોટો સાબિત થયો હતો. નેપાળના બેટ્સમેનોએ એવી રીતે બેટિંગ કરી કે જે આજ પહેલા T20 ઈન્ટરનેશનલ મેચમાં ભાગ્યેજ જોવા મળી હશે. નેપાળના કુશલ મલ્લ અને દીપેન્દ્ર સિંહે આ T20I મેચમાં સૌથી ઝડપી સદી અને સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. તેણે ભારતીય સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો.
આ ખેલાડીએ સૌથી ઝડપી સદી ફટકારી હતી
મોંગોલિયા સામે નેપાળની શરૂઆત સારી રહી ન હતી. જ્યારે આસિફ શેખ માત્ર 16 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી બેટિંગ કરવા આવેલા કુશલ મલ્લાએ પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાના દિલ જીતી લીધા હતા. તેણે ઝડપી રીતે રન બનાવ્યા અને મોંગોલિયન બોલરોને ટકી રહેવાની તક આપી નહીં. તેણે આખા મેદાનમાં સ્ટ્રોક ફટકાર્યા. તેણે માત્ર 34 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે તે T20 ઈન્ટરનેશનલ મેચોમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. મંગોલિયા સામે તેણે 50 બોલમાં 137 રન બનાવ્યા જેમાં 8 ચોગ્ગા અને 12 છગ્ગાનો સમાવેશ થાય છે. કુશલ મલ્લાએ રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો હતો. રોહિતે T20Iમાં 35 બોલમાં સદી ફટકારી હતી.
T20Iમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડીઓ:
- કુશલ મલ્લ- 34 બોલ
- ડેવિડ મિલર- 35 બોલ
- રોહિત શર્મા- 35 બોલ
- સુદેશ વિક્રમશેખરા- 35 બોલ
આ ખેલાડીએ યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો હતો
કુશલ મલ્લ ઉપરાંત દીપેન્દ્ર સિંહે મંગોલિયા સામેની મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે માત્ર 9 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે 10 બોલમાં 52 રન બનાવ્યા હતા. દીપેન્દ્રએ T20Iમાં ઈંગ્લેન્ડ સામે 12 બોલમાં અડધી સદી ફટકારનાર યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો હતો. હવે T20Iમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ દીપેન્દ્ર સિંહના નામે છે.
T20Iમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડીઓ:
- દીપેન્દ્ર સિંહ- 9 બોલ
- યુવરાજ સિંહ- 12 બોલ
- મિર્ઝા અહસાન- 13 બોલ
- કોલિન મુનરો- 14 બોલ