Mahisagar
ઉખરેલી સરપંચના ટેકેદારો દ્વારા CRPF ના જવાન પર જીવલેણ હુમલો

(સલમાન મોરાવાલા સંતરામપુર)
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઊખરેલી ગામે રહેતા એક ફોજી પર થયો જીવલેણ હુમલો જેમાં ધર્મેન્દ્રકુમાર દામાં મૂળ ઉખરેલી ગામનાં વતની છે. તેઓ CRPF માં રે 13 વર્ષથી ફરજ બજાવે છે. ચાલુ ફરજ દરમિયાન વતનમાં 10 દિવસની રજા લઈ પરીવાર ની મુલાકાત માટે આવ્યા હતા.
ગતરોજ તેઓ ઉખરેલી મુકામે થી સાંજના 6:30 કલાકે પોતાની એક્ટિવા લઈ સંતરામપુર તરફ પોતાના બીજા ઘરે આવા નીકળેલ હતા. તેજ દરમિયાન ઉખેરલી મુકામે ચોકડી પર જ તેવોની સામે એક બોલેરો કાર આવી કાર માંથી આશરે 5 થી 6 જેટલા ઈસમો ઉતરી જવાન ઉપર હુમલો કરી ગડદાપાટુ નો માર મારવામાં આવ્યો હતો તથા જવાન ને બંધક બનાવ્યો હોવાની ચર્ચા ઉઠવા પામી હતી હુમલો થતાં આજુબાજુ થી લોકો દોડી આવી જવાન ને છોડવી હોસ્પિટલ મોકલી આપ્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સરપંચ દ્વારા અન્ય એક જવાન ઉપર હુમલો કર્યો હતો અને અગાઉ આર્મી જવાન ની હત્યા ના બનાવો પણ આ વિસ્તાર મા બનવા પામ્યા છે.