Dahod
MGVCLની લાલિયાવાડી ભુવાલ ગામના ભગત ફળિયામાં થાંભલો નમી જતાં લોકોમાં ભય
(નરવતસિંહ ચૌહાણ દ્વારા)
દેવગઢબારિયા તાલુકાના ભુવાલ ગામે આવેલ ભગત ફળિયામાં વીજપોલ નમી જવાના કારણે જીવતાં વીજ વાયરો જમીનથી માત્ર ત્રણ ફૂટ જેટલાજ અધ્ધરછે જેને કારણે અહીંના રહીશો ભયના ઓથાર તરે જીવી રહ્યા છે વીજ કરંટથી બચાવવા બાળકોને આખો દિવસ ઘરમાં પુરી રાખવા પડે છે આ જ વીજ વાયર ખેતરોમાં પણ લટકતા હોય ખેડૂતોને ખેતરમાં જવું ખેતરમાં હળ ચલાવી ખેતી કરવું મુશ્કેલ બની ગયું છે ભગત ફળિયામાં 30થી વધુ ઘર આવેલા છે જ્યાં નાના બાળકો હોય બાળકોની વીજ કરંટથી બચાવવા મુશ્કેલ છે શાળાએ મોકલવા પણ વાલીઓ ડરી રહ્યા છે જેને કારણે કેટલાક વાલીઓ પોતાના બાળકોને શાળાએ પણ મોકલતા નથી જેથી MGVCL દ્વારા તાત્કાલિક વાયરને અધર લઈ વીજ થાભલા નું રીપેરીંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે