Gujarat
ઉદલપુર ટીમ્બા મુખ્યમાર્ગ ઉપર મગર આવી જતા લોકો માં ભય

આજ રોજ ઉદલપુર પાસે, ઉદલપુર થી ટિમ્બા ગામ જવાના રસ્તે વચ્ચે આવતી નદી મા થી એક મગર છેક રોડ ની નજીક સુધી આવી જતા લોકો મા કુતુહલ સાથે ભય ની લાગણી જોવા મળી હતી.
ઉદલપુર પાસે રેલવે ક્રસિંગ અને હાઇવે ના ચાર રસ્તા પડતા હોવા થી વધારે ટ્રાફિક અને લોકો ની અવર જવર હોય છે.
આવા સમયે મગર જેવા પ્રાણી ની રોડ સુધી ની એન્ટ્રી ક્યારેક સામાન્ય જનતા માટે જોખમ રૂપ બની શકે છે.મગર આવવા ની ઘટના ની જાણ થતા સેવાભાવી એન. જી. ઓ. દ્વારા કામગીરી હાથ ધરાઇ હતી.અને સફળતા પુર્વક પકડી ને મગર ને યોગ્ય સ્થાને પહોચાડવા મા આવ્યો છે